BRSમાંથી સસ્પેન્ડ થયા બાદ કે. કવિતાએ પોતાની અલગ પાર્ટી કરી લોન્ચ, જાણો શું છે નામ?

Telangana: તેલંગાણાના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વધુ એક રાજકીય પાર્ટીનો ઉદય થયો છે. પૂર્વ બીઆરએસ (BRS) સાંસદ અને એમએલસી (MLC) કાલવકુંતલા કવિતા (Kalvakuntla Kavitha)એ આજે (25 એપ્રિલ 2026) તેમની પાર્ટી, તેલંગાણા રાષ્ટ્ર સેના (TRS)ની શરૂઆત કરી.
કોણ છે કે. કવિતા?
કવિતા તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના વડા કે. ચંદ્રશેખર રાવની પુત્રી છે. ચંદ્રશેખર રાવના રાજકીય વારસદાર ગણાતા તેમના ભાઈ અને બીઆરએસના કાર્યકારી પ્રમુખ કે. તારક રામા રાવ સાથેના મતભેદોને કારણે કવિતાએ સાત મહિના પહેલા બીઆરએસ પાર્ટી છોડી દીધી હતી.
આપણી આકાંક્ષાઓને મરવા નહીં દઈએ : કે. કવિતા
કે. કવિતાએ પોતાની પાર્ટીની જાહેરાત કરતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, જેમાં લખ્યું છે કે, ‘તમારો સમય પૂરો થયો, હવે અમારો સમય છે. અમે પાછળ હટીશું નહીં, ભલે ગમે તે થાય, હવે તેલંગાણાના લોકો માટે પોતાના મનની વાત કહેવાનો સમય આવી ગયો છે. અમે અમારી આકાંક્ષાઓને મરવા નહીં દઈએ, જો તમે અમારા માર્ગમાં આવશો, તો રાખ થઈ જશો.’
#WATCH हैदराबाद, तेलंगाना: तेलंगाना जागृति की फाउंडर के. कविता ने अपनी नई पॉलिटिकल पार्टी 'TRS'- तेलंगाना राष्ट्र सेना लॉन्च की।
(सोर्स: के. कविता सोशल मीडिया पेज) pic.twitter.com/HDbzrwZZF8
— ANI_HindiNews (@AHindinews) April 25, 2026
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પરિવારમાં તિરાડ કેમ વધી?
તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ (કેસીઆર)ની પુત્રી કવિતા લાંબા સમયથી બીઆરએસમાં એક અગ્રણી વ્યક્તિ રહી છે. જોકે, 2025માં, પાર્ટીમાં મતભેદો સામે આવ્યા. હકીકતમાં, કવિતાએ પોતાના પરિવારના નેતાઓ અને તેમના ભાઈ કે. ટી. રામા રાવ અને પિતરાઈ ભાઈ ટી. હરીશ રાવ પર ગંભીર આરોપો લગાવ્યા હતા કે, ‘પાર્ટીના કેટલાક નેતાઓ કેસીઆરની છબી ખરાબ કરી રહ્યા છે અને આંતરિક રાજકારણમાં ગડબડી ચાલી રહી છે.’ આ વિવાદ બાદ, કેસીઆરે તેમને “પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ”ના આરોપસર પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.












