
Road Accident: દેશમાં અકસ્માતની સંખ્યમાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે. હાઈવે પર અકસ્માતને પગલે લોકો જીવ ગુમાવી રહ્યા છે. ક્યારેક ઓવરટેક તેમજ વધુ ઝડપને કારણે અકસ્માતની ઘટનાઓ બની રહી છે, ત્યારે હવે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.
ઘટનાસ્થળે જ પાંચ પોલીસકર્મીનું મોત
આજે (22 ફેબ્રુઆરી 2026) એક ભયાનક અકસ્માતના અહેવાલ સામે આવી રહ્યા છે, જેમાં ઓછામાં ઓછા પાંચ પોલીસકર્મીઓના ઘટનાસ્થળે જ મોત થયા છે તો ત્રણ પોલીસકર્મીની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે, જો કે ઘટનાની જાણ થતાં જ અન્ય પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઝારસુગુડામાં વહેલી સવારે બની ઘટના
સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ, ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં રવિવારે વહેલી સવારે થયેલા એક ભીષણ માર્ગ અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માત વહેલી સવારે થયો હતો જ્યારે એક પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકની પોલીસના વાહન સાથે જોરદાર ટક્કર થઈ હતી. ઝારસુગુડા સદર પોલીસ સ્ટેશનની સામે જ આ અકસ્માતની ઘટના બની હતી, જેના કારણે વિસ્તારમાં ભય ફેલાયો હતો.
#WATCH | Jharsuguda, Odisha | Five police personnel died following a collision between a trailer and a police SUV near Jharsuguda Sadar Police Station on National Highway 49. The injured have been admitted to the hospital: Jharsuguda SP Gundala Reddy Raghavendra pic.twitter.com/8j9G0jlUA0
— ANI (@ANI) February 22, 2026
ટ્રક સાથે પોલીસ વાહનની ભયાનક ટક્કર
પ્રાથમિક માહિતી અનુસાર, પોલીસકર્મી પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન સામેથી આવતા ટ્રકની સાથે ભયાનક ટક્કર થઈ હતી, ટક્કર એટલી ભીષણ હતી કે પોલીસનું વાહનનો બુકડો બોલી ગયો હતો. આ અકસ્માતમાં SRP જવાન કાશીરામ ભોઈ અને દેબદત્ત સા, ડ્રિલ સબ-ઇન્સ્પેક્ટર નિરંજન કુજુર, APR હવાલદાર લિંગરાજ ધુરુઆ અને હોમગાર્ડ ભક્તબંધુ મિર્ધાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ત્રણની હાલત ગંભીર
આ અકસ્માતમાં APRના બે જવાન અને એક સાર્જન્ટ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક રહેવાસીઓ અને પોલીસની મદદથી, તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ઝારસુગુડા જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યાનુસાર, ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે અને તેઓ નજીકની ડૉકટરની દેખરેખ હેઠળ છે. પોલીસે ટ્રક ડ્રાઇવરની અટકાયત કરી છે અને તેની પૂછપરછ શરૂ કરી છે.
આ પણ વાંચો : અસલામત અમદાવાદ, શહેરમાં 19 વર્ષીય યુવકની તીક્ષણ હથિયારથી હત્યા












