ગુજરાતટોપ ન્યૂઝ

અસલામત અમદાવાદ, શહેરમાં 19 વર્ષીય યુવકની તીક્ષણ હથિયારથી હત્યા

Ahmedabad News: અમદાવાદમાં હત્યાના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. શહેરમાં જાણે પોલીસનો ડર જ ખતમ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. શહેરમાં ગુનાઓ વધી રહ્યા છે, ત્યારે હવે વધુ એક હત્યાની ઘટના બની છે.

સલામત અમદાવાદનો દાવો પોકળ

અમદાવાદ પોલીસનો સલામતનો દાવો ફરી એકવાર પોકળ સાબિત થયો છે. શહેરમાં હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ છે. કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડી ગયા છે. શહેરના બહેરામપુરા વિસ્તારમાં ગઈકાલે (21 ફેબ્રુઆરી 2026) રોજ નજીવી બાબતે એક યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.

તીક્ષણ હથિયારથી યુવકનું ઢીમ ઢાળી દેવાયું

આ હત્યાની પ્રાથમિક માહિતી મુજબ, તીક્ષણ હથિયારના ઘા ઝીંકીને યુવકનું ઢીમ ઢાળી દેવામાં આવ્યુ છે. હત્યાનું કારણ જાણી શકાયું નથી પણ કોઈ અંગત અદાવતમાં હત્યા કરી હોવાનું કહેવાય રહ્યું છે. હત્યાને પગલે વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ છવાયો છે. શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન હેઠળ આવતા બહેરામપુરા વિસ્તારમાં આ બનાવ બન્યો છે.

હિમેશના શરીરમાં ગંભીર ઈજા પહોંચી

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જે યુવકની હત્યા થઈ છે તેનું નામ હિમેશ પરમાર છે અને તેની ઉંમર આશરે 19 વર્ષ હોવાનું કહેવાય રહ્યું છે. હિમેશને પેટના હાથના અને શરીરના અલગ અલગ ભાગે ગંભીર ઈજાના પહોંચાડી હતી. હુમાલો કરનાર અજાણી વ્યક્તિ હિમેશની ઈજા પહોંચાડીને નાશી છૂટ્યો હતો. હિમેશને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જો કે સારવાર કારગત થાય તે પહેલા જ મોત નિપજ્યું હતું.

ઘટનાને પગલે વિસ્તારમાં ફફડાટ ફેલાયો

શહેરના રાત્રે થયેલી ઘટનાને પગલે વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે. શહેરમાં વધતી ગુનાખોરીને લઈને નાગરિકોમાં ચિંતા વ્યાપી છે. જો કે પોલીસને હત્યાના બનાવની જાણ થતાં જ વિસ્તારમાં પહોંચી હતી અને હત્યાનું કારણ અને આરોપીને પકડવાની પ્રક્રિયા હાથ ધરી છે. પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી CCTVના આધારે આગળની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : IMD: દેશના 10 રાજ્યોમાં વરસાદની ચેતવણી, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?

Back to top button