ગુજરાતટ્રેન્ડિંગ

Indian Railway: હાપાથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા જતી ટ્રેનના સંચાલનમાં ફેરફાર

HAPA To Shri Mata Vaishno Devi Katra Train: રેલવેમાંથી એક મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે, જેમાં હાપાથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા જતી ટ્રેન સંખ્યા 12475ના સંચાલનમાં તાત્કાલિક ફેરફાર કરવામાં આવ્યો છે.

ટ્રેન હવે નિર્ધારિત અંતિમ સ્ટેશન સુધી નહીં જાય

ઉત્તર રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જમ્મુ તવી-શ્રી માતા વૈષ્ણોદેવી (Jammu Tawi-Shri Mata Vaishno Devi) કટરા સેક્શનમાં ચાલી રહેલા વિદ્યુતિકરણ કાર્ય અને ટ્રાફિક બ્લોક (electrification work and traffic blocks)ને કારણે 31 માર્ચ, 2026ના રોજ દોડનારી આ ટ્રેન હવે તેના નિર્ધારિત અંતિમ સ્ટેશન સુધી નહીં જાય.

25 કિલોમીટરનો માર્ગ આ ટ્રેન માટે આંશિક રીતે રદ રહેશે

રેલવે વિભાગ તરફથી મળતી માહિતી મુજબ, હાપા–શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ હવે માત્ર શહીદ કેપ્ટન તુષાર મહાજન સ્ટેશન સુધી જ દોડાવવામાં આવશે. પરિણામે, શહીદ કેપ્ટન તુષાર મહાજન સ્ટેશનથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્ટેશન વચ્ચેનો આશરે 25 કિલોમીટરનો માર્ગ આ ટ્રેન માટે આંશિક રીતે રદ રહેશે. આ સમયગાળા દરમિયાન ટ્રેનનું શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્ટેશન પર કોઈ સ્ટોપેજ રહેશે નહીં.

ટ્રેન વ્યવસ્થાને સુચારૂ રાખવા માટે આ નિર્ણય લેવાયો

રેલવે તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ તવી ડિવિઝનના આ રૂટ પર વિદ્યુતિકરણનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે અને મુસાફરોની સુરક્ષા તેમજ ટ્રેન વ્યવસ્થાને સુચારૂ રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફારનો સીધો પ્રભાવ ખાસ કરીને માતા વૈષ્ણોદેવીના દર્શન માટે જતા યાત્રિકો પર પડી શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મુસાફરોને ખાસ સૂચના આપવામાં આવી

મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ મુસાફરી પહેલા આ ફેરફારો અંગે સંપૂર્ણ માહિતી મેળવીને પોતાના પ્રવાસનું આયોજન કરે. વધુ વિગતો અને ટ્રેનની હાલની સ્થિતિ જાણવા માટે મુસાફરોને રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લેવા સૂચન કરવામાં આવ્યું છે. રેલવે તંત્રએ મુસાફરોને અનાવશ્યક અસુવિધાથી બચવા માટે સમયસર આયોજન કરવાની અપીલ કરી છે અને જણાવ્યું છે કે વિદ્યુતિકરણનું કામ પૂર્ણ થયા બાદ ટ્રેન સેવાઓ ફરી સામાન્ય સ્થિતિમાં આવી જશે.

આ પણ વાંચો : હાઈવે પર ભીષણ અકસ્માત, ત્રણ બાળકો સહિત 8ના મોત

Back to top button