દિલ્હીમાં ઝેરી હવાનો કહેર, પંજાબી બાગમાં AQI 452; અનેક વિસ્તારોમાં 400ને પાર
Air Pollution : દિવાળી પહેલાં જ દેશની રાજધાની દિલ્હી ઝેરી હવાની ચપેટમાં આવી ગઈ છે. શહેરમાં પ્રદૂષણનું સ્તર સતત ચિંતાજનક બની રહ્યું છે. રવિવારે સવારે 6 વાગ્યે જાહેર થયેલા કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ, દિલ્હીના 11થી વધુ વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 400ને પાર પહોંચી ગયો છે. પંજાબી બાગમાં સૌથી વધુ 452 AQI નોંધાતાં સ્થિતિ વધુ ગંભીર બની છે.
પંજાબી બાગમાં સૌથી વધુ પ્રદૂષણ, અનેક વિસ્તારોમાં AQI 400 પાર
CPCBના આંકડા પ્રમાણે, દિલ્હીના પંજાબી બાગમાં હવાની ગુણવત્તા સૌથી ખરાબ રહી હતી, જ્યાં AQI 452 નોંધાયો હતો. ત્યારબાદ આર.કે. પુરમમાં 449 અને IIT દિલ્હી વિસ્તારમાં 446 AQI નોંધાયો હતો. પશ્ચિમ દિલ્હીના દ્વારકામાં પણ સ્થિતિ ગંભીર રહી હતી, જ્યાં હવા પ્રદૂષણનો આંકડો 444 સુધી પહોંચ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ ઉપરાંત મથુરા રોડમાં 425, સિરિફોર્ટમાં 423 અને દિલ્હી યુનિવર્સિટીના નોર્થ કેમ્પસમાં 423 AQI નોંધાયો હતો. પૂસામાં 415, ચાંદની ચોકમાં 417, બુરાડી ક્રોસિંગમાં 411 અને NSUT જાફરપુરમાં 409 AQI નોંધાયો હતો. આ તમામ વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ગંભીર શ્રેણીમાં રહ્યું હતું.
આ વિસ્તારોમાં પણ હવાની ગુણવત્તા અત્યંત ખરાબ
દિલ્હીના કેટલાક વિસ્તારોમાં AQI 400થી નીચે રહ્યો હોવા છતાં હવાની ગુણવત્તામાં ખાસ રાહત જોવા મળી નથી. નરેલામાં 399, ITOમાં 396 અને મંદિર માર્ગમાં 393 AQI નોંધાયો હતો. જ્યારે ઉત્તમ નગરમાં 373, બુરાડીમાં 370, તાલકટોરા ગાર્ડનમાં 369 અને આયા નગરમાં 369 AQI નોંધાયો હતો.
તેવી જ રીતે વસુંધરા એન્ક્લેવમાં 356, ટિકરી કલાં અને બદરપુરમાં 349, કરાલામાં 337 તથા લોધી રોડ (IITM) વિસ્તારમાં 333 AQI નોંધાયો હતો. આ વિસ્તારોની હવા પણ અત્યંત ખરાબ શ્રેણીમાં રહી હતી.
GRAP-3ના નિયંત્રણો છતાં પ્રદૂષણમાં ઘટાડો નહીં
દિવાળીના તહેવાર પહેલાં જ દિલ્હી-NCRમાં પ્રદૂષણનું આટલું ઊંચું સ્તર લોકોના સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય બન્યું છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વાસ સંબંધિત સમસ્યાઓ ધરાવતા લોકો માટે આવી હવા વધુ જોખમી બની શકે છે.
એક તરફ પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે વહીવટી તંત્ર દ્વારા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) હેઠળ ત્રીજા તબક્કાનાં નિયંત્રણો લાગુ કરવામાં આવ્યાં છે, તો બીજી તરફ હવાની ગુણવત્તામાં અપેક્ષિત સુધારો જોવા મળ્યો નથી. દિવાળી પહેલાં જ દિલ્હીની આ સ્થિતિએ ફરી એકવાર વાયુ પ્રદૂષણને લઈને ગંભીર ચિંતા ઊભી કરી છે.
આ પણ વાંચો : દિવાળીના પર્વે PM મોદીનો અનોખો સંકલ્પ! આ વખતે બસ્તરમાં જવાનો સાથે ઉજવશે દિવાળી












