હનુમાન અંશની 41મા દિવસે પણ ધમાકેદાર કમાણી, મોટી ફિલ્મોને પાછળ છોડી
Hanuman Ansh Box Office Collection : નીમ કરૌલી બાબાના જીવન પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ (Hanuman Ansh) બોક્સ ઓફિસ (Box Office) પર અપેક્ષા કરતાં ઘણું સારું પ્રદર્શન કરી રહી છે. માત્ર 2 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે હવે મોટી બજેટની અનેક ફિલ્મોનું ધ્યાન ખેંચ્યું છે. ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ થયાને 41 દિવસ થઈ ગયા છે, છતાં તેની કમાણીની ગતિમાં ખાસ ઘટાડો જોવા મળતો નથી.
શોભિનવ સત્ય અભિનીત આ ફિલ્મ 7 ઓગસ્ટે રિલીઝ થઈ હતી. શરૂઆતના દિવસોમાં ફિલ્મની કમાણી ધીમી રહી હતી, પરંતુ બાદમાં દર્શકો તરફથી મળેલા પ્રતિસાદને કારણે તેના કલેક્શનમાં અચાનક વધારો જોવા મળ્યો.
41મા દિવસે પણ કરોડોની કમાણી
‘હનુમાન અંશ’ (Hanuman Ansh)ની શરૂઆત બોક્સ ઓફિસ પર ખાસ મજબૂત રહી નહોતી. ફિલ્મે પહેલા અઠવાડિયામાં માત્ર 1.08 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બીજા અઠવાડિયામાં પણ ફિલ્મની કમાણી ઘટીને લગભગ 40 લાખ રૂપિયા રહી હતી.
જોકે ત્રીજા અઠવાડિયાથી ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન (Box Office Collection) ઝડપથી વધવા લાગ્યું. ત્રીજા અઠવાડિયામાં ફિલ્મે 10.40 કરોડથી વધુ કમાણી કરી હતી. ચોથા અઠવાડિયામાં પણ ફિલ્મનું કલેક્શન 61 કરોડ રૂપિયાથી વધુ રહ્યું હતું.
હવે ફિલ્મના 41મા દિવસના આંકડા પણ સામે આવ્યા છે. સેકનિલ્ક (Sacnilk)ના આંકડા અનુસાર, ફિલ્મે 41મા દિવસે 4.08 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
કુલ કલેક્શન 235 કરોડને પાર
ધીમી શરૂઆત બાદ ‘હનુમાન અંશ’એ બોક્સ ઓફિસ પર એવી રફતાર પકડી છે કે હવે તેની કુલ કમાણી 235.21 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ફિલ્મનું ગ્રોસ કલેક્શન (Gross Collection) 277.72 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે.
જો ફિલ્મની આ ગતિ આગળ પણ યથાવત રહે છે તો તે આગામી દિવસોમાં 300 કરોડના આંકડા સુધી પહોંચી શકે છે.
મોટી ફિલ્મોની કમાણી સાથે ટક્કર
‘હનુમાન અંશ’ પાસે ન તો મોટો સ્ટારકાસ્ટ છે અને ન તો કરોડો રૂપિયાનું બજેટ. તેમ છતાં ફિલ્મે લાંબા સમય સુધી સિનેમાઘરોમાં પોતાની પકડ જાળવી રાખી છે.
રિપોર્ટ અનુસાર, ફિલ્મે 40મા દિવસે 8.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ કલેક્શનની તુલના કેટલીક મોટી ફિલ્મોના 40મા દિવસના આંકડા સાથે કરવામાં આવી રહી છે. ‘ધુરંધર’ (Dhurandhar)એ 40મા દિવસે 2.60 કરોડ, ‘છાવા’ (Chhaava)એ 1.40 કરોડ, ‘પઠાણ’ (Pathaan)એ 2.55 કરોડ અને ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ (Uri: The Surgical Strike)એ 1.38 કરોડનું કલેક્શન કર્યું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઓટીટી રિલીઝની પણ ચર્ચા તેજ
ફિલ્મની સફળતા બાદ હવે તેની ઓટીટી રિલીઝ (OTT Release) અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. દર્શકો ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવા માટે આતુર છે.
આ દરમિયાન એવી ચર્ચા સામે આવી હતી કે ‘હનુમાન અંશ’ના ડિજિટલ રાઇટ્સ (Digital Rights) માટે એક ઓટીટી પ્લેટફોર્મ તરફથી 100 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે. જોકે ફિલ્મની પ્રોડ્યુસર રાગિણી સોનાએ આ દાવાને ફગાવી દીધો છે.
આ પણ વાંચો : PMના જન્મદિવસે સેલેબ્સનો પ્રેમ છલકાયો, રવિ કિશન ‘આશીર્વાદ દીવો’ પ્રગટાવશે












