ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉત્તર પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત: કાર અને ટ્રેલર વચ્ચે ભીષણ ટક્કર, એક જ પરિવારના 5 સહિત 6નાં મોત

Kushinagar Road Accident: ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં મોડી રાત્રે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. હાટા કોતવાલી વિસ્તારમાં NH-28 પર થરુઆડીહ નજીક ઓમની કાર અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થતાં છ લોકોનાં કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

સગાંના ઘરે પ્રસંગમાંથી પરત ફરી રહ્યો હતો પરિવાર

મળતી માહિતી મુજબ, કારમાં સવાર પરિવારના સભ્યો એક સગાંના ઘરે આયોજિત માંગલિક પ્રસંગમાં હાજરી આપીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન NH-28 પર થરુઆડીહ નજીક તેમની ઓમની કારની ટ્રેલર સાથે જોરદાર ટક્કર થઈ હતી.

ટક્કર એટલી ભીષણ હતી કે કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા. કારમાં સવાર છ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

એક જ પરિવારના પાંચ લોકોનાં મોત

આ અકસ્માતમાં સૌથી કરુણ બાબત એ છે કે મૃતકોમાં એક જ પરિવારના પાંચ સભ્યોનો સમાવેશ થાય છે. આ પરિવાર કુશીનગર જિલ્લાના કપ્તાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ભલુહી ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બે લોકોની હાલત ગંભીર, ગોરખપુર મેડિકલ કોલેજમાં સારવાર

અકસ્મતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બે લોકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ગોરખપુર મેડિકલ કોલેજ રિફર કરવામાં આવ્યા છે. બંનેની હાલત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે.

આ ગમખ્વાર અકસ્માતને પગલે ભલુહી ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. એક જ પરિવારના પાંચ સભ્યોનાં મોતથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

મોડી રાત્રે બનેલી આ દુર્ઘટનાએ ફરી એકવાર હાઈવે પર માર્ગ સુરક્ષા અને બેદરકારીના ગંભીર સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચો: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે હવે વનડેનો જંગ! 5 મેચની શ્રેણી માટે શેડ્યૂલ જાહેર, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

Back to top button