ગુજરાતમાં ફરી વરસાદી માહોલ: 5 દિવસ દક્ષિણ ગુજરાત સહિત આ વિસ્તારોમાં મેઘમહેરની આગાહી

Gujarat Rain Forecast : ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે હવામાનમાં ફરી ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના તાજેતરના આગાહી બુલેટિન (Weather Forecast) મુજબ આગામી કેટલાક દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ (Rain-Thundershowers) થવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.
27 સપ્ટેમ્બરના રોજ જાહેર કરાયેલા હવામાન વિભાગના બુલેટિન મુજબ 28 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દમણ તથા દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદ થઈ શકે છે. બીજી તરફ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની આગાહી છે.
29 અને 30 સપ્ટેમ્બરે પણ વરસાદની શક્યતા
29 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર દરમિયાન સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. આ સમયગાળામાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.
1 ઓક્ટોબરથી ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની એન્ટ્રી
30 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન વરસાદનો વિસ્તાર થોડો બદલાઈ શકે છે. બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં પણ વરસાદ થઈ શકે છે. કચ્છમાં પણ કેટલાક સ્થળોએ વરસાદની શક્યતા છે.
2 અને 3 ઓક્ટોબરે ક્યાં પડશે વરસાદ?
1 ઓક્ટોબરથી 2 ઓક્ટોબર દરમિયાન બનાસકાંઠા, પાટણ, વાવ-થરાદ તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 2 ઓક્ટોબરથી 3 ઓક્ટોબર દરમિયાન પણ બનાસકાંઠા, પાટણ, વાવ-થરાદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને કચ્છમાં વરસાદની શક્યતા છે. જોકે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
4 ઓક્ટોબર સુધીમાં હવામાન મોટાભાગે શુષ્ક
3 ઓક્ટોબરથી 4 ઓક્ટોબર દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે કોઈ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી નથી. અમદાવાદ માટે 28 સપ્ટેમ્બર સુધી આકાશ આંશિક વાદળછાયું (Partly Cloudy) રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
આ પણ વાંચો : ભારત માથે મોટું સંકટ: આવી રહ્યા છે એક સાથે ત્રણ વાવાઝોડા, 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ












