ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

5G સ્લાઇસિંગના નવા નિયમો સામે Jio-Airtel-Viનો વાંધો, TRAI સમક્ષ રજૂ કર્યો મુદ્દો

5G Network Slicing : ભારતમાં 5G નેટવર્કને વધુ ખાસ અને જરૂરિયાત મુજબ ઉપયોગમાં લેવા માટે Network Slicingની વ્યવસ્થા અંગે હવે રેગ્યુલેટરી ડિસકશન  તેજ બની છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ ઓગસ્ટ 2026માં Quality of Service (QoS) ફ્રેમવર્ક હેઠળ 5G Network Slicingને સામેલ કરવા માટે ડ્રાફ્ટ સુધારા રજૂ કર્યા હતા. TRAIના પ્રસ્તાવમાં નવું Network Slice શરૂ કરતા પહેલાં તેની માહિતી જાહેર કરવાની જોગવાઈ, અલગ-અલગ Slice માટે અલગ QoS માપદંડ અને Network Slicing લાગુ હોય તેવા વિસ્તારોમાં Physical Resource Block (PRB) Utilisation 80 ટકાથી નીચે રાખવાની શરત સામેલ છે.

PRB Utilisationના નિયમ સામે ટેલિકોમ કંપનીઓ

આ પ્રસ્તાવમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો મુદ્દો PRB Utilisationનો છે. Reliance Jio, Bharti Airtel અને Vodafone Idea (Vi) સહિતની ટેલિકોમ કંપનીઓએ આ માપદંડ અંગે વાંધો ઉઠાવ્યો છે. કંપનીઓનું કહેવું છે કે PRB Utilisation નેટવર્કની અંદર ઉપયોગમાં લેવાતું એક Internal Network Parameter છે. તેમના મતે માત્ર આ આંકડાના આધારે ગ્રાહકોને ખરાબ Quality of Service મળી રહી છે કે નહીં તે નક્કી કરી શકાય નહીં.

TRAIના ડ્રાફ્ટમાં Network Slicing સાથે જોડાયેલા QoS નિયમોમાં ફેરફાર અંગે Stakeholders પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. આ કન્સલ્ટેશન 5 ઓગસ્ટ 2026ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું અને તેના પર ટિપ્પણીઓ માટેની સમયમર્યાદા 2 સપ્ટેમ્બર 2026 હતી.

શું છે 5G Network Slicing?

સામાન્ય મોબાઈલ નેટવર્કમાં અલગ-અલગ પ્રકારના યુઝર્સ અને સેવાઓ એક જ નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરે છે. પરંતુ દરેક સેવાની જરૂરિયાત એકસરખી હોતી નથી. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ મોબાઈલ પર વીડિયો જોઈ રહી હોય ત્યારે તેને મુખ્યત્વે સારી સ્પીડની જરૂર પડે છે. બીજી તરફ કોઈ Industrial Robot માટે અત્યંત ઓછું Latency જરૂરી હોઈ શકે છે. તેવી જ રીતે Security Cameraને સતત અને વિશ્વસનીય Data Connectionની જરૂર પડી શકે છે. Network Slicingમાં એક જ 5G નેટવર્કને અલગ-અલગ Virtual Network Slicesમાં વહેંચી શકાય છે. દરેક Sliceને ચોક્કસ પ્રકારની સેવા અથવા ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે Speed, Latency, Reliability અને અન્ય Network Characteristics આપી શકાય છે.

નિયમન અને નેટવર્ક ક્ષમતાને લઈને ચર્ચા

Network Slicingનો મુખ્ય હેતુ અલગ-અલગ સેવાઓને તેમની જરૂરિયાત પ્રમાણે Network Resources આપવાનો છે. જોકે, આ સાથે એ પણ મહત્વનું છે કે ખાસ સેવાઓ માટે અલગ Resources ફાળવવાથી સામાન્ય ગ્રાહકોને મળતી નેટવર્ક સેવાની ગુણવત્તા પર અસર ન પડે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ જ મુદ્દાને ધ્યાનમાં રાખીને TRAIએ તેના QoS Frameworkમાં Network Slicing માટે અલગ જોગવાઈઓ અંગે વિચારણા કરી છે. બીજી તરફ ટેલિકોમ ઓપરેટરો PRB Utilisationને ગ્રાહકોના વાસ્તવિક Service Experience સાથે સીધું જોડવા અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. TRAIના કન્સલ્ટેશનમાં Reliance Jio, Bharti Airtel અને Vodafone Idea સહિત અનેક Service Providersએ પોતાની રજૂઆતો આપી છે. હવે આ સૂચનો અને વાંધાઓને ધ્યાનમાં રાખીને આગળની નિયમનકારી પ્રક્રિયા નક્કી થશે.

આ પણ વાંચો : ખરાબ રોડ પર સવાલ પૂછતા દિલ્હીના મંત્રી પ્રવેશ વર્માએ યુવકને લાફો માર્યો, રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર

Back to top button