ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

RBIએ 6 સભ્યોના પેમેન્ટ રેગ્યુલેટરી બોર્ડની કરી રચના, પેમેન્ટ સિસ્ટમ પર રખાશે નજર

નવી દિલ્હી, 1 ઓક્ટોબર, 2025: ભારતીય રિઝર્વ બેન્કે (RBI) મંગળવારે દેશમાં પેમેન્ટ સિસ્ટમના કામકાજની દેખરેખ માટે છ સભ્યોના પેમેન્ટ રેગ્યુલેટરી બોર્ડની રચના કરી છે. તેમાં કેન્દ્ર સરકારના ત્રણ નોમિનેટ સભ્યો શામેલ થશે. આ પેનલની અધ્યક્ષતા ખુદ આરબીઆઇના ગવર્નર કરશે.

ઉલ્લેખનીય છે કે પેમેન્ટ્સ રેગ્યુલેટરી બોર્ડ (PRB) બોર્ડ ફોર રેગ્યુલેશન એન્ડ સુપરવિઝન ઓફ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ (BPSS)નું સ્થાન લઇ રહ્યુ છે, જે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સેન્ટ્રલ બોર્ડની એક સમિતિ છે. પાંચ સભ્યોની BPSSનું નેતૃત્વ પણ RBI ગવર્નર કરે છે, પરંતુ તેમાં કોઈ સરકારી પ્રતિનિધિઓનો સમાવેશ થતો નથી. PRB પરના અન્ય બે RBI સભ્યો ડેપ્યુટી ગવર્નર અને પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સના ચાર્જમાં રહેલા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.

બોર્ડમાં સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા વ્યક્તિઓમાં નાણાકીય સેવાઓ વિભાગના સચિવ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ અને ભૂતપૂર્વ ટેલિકોમ સચિવ અરુણા સુંદરરાજનનો સમાવેશ થાય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું પ્રિન્સિપલ લીગલ એડવાઇઝરી બોર્ડ તેની બેઠકો માટે કાયમી આમંત્રિત સભ્ય છે. મે મહિનામાં જારી કરાયેલા એક નોટિફિકેશન અનુસાર, પેમેન્ટ્સ રેગ્યુલેટરી બોર્ડ સામાન્ય રીતે વર્ષમાં ઓછામાં ઓછા બે વાર મળશે.

RBI એ ઇન્ડિયન ઓવરસીઝ બેંક પર રૂ. 32 લાખ દંડ લાદ્યો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ મંગળવારે જણાવ્યું હતું કે તેણે રૂ. 100000 નો દંડ લાદ્યો છે. ‘પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ (PSL) – લક્ષ્યો અને વર્ગીકરણ’ પર ચોક્કસ દિશાનિર્દેશોનું પાલન ન કરવા બદલ ઇન્ડિયન ઓવરસીઝ બેંક પર 31.8 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

RBIના નિર્દેશોનું પાલન ન કરવાના સુપરવાઇઝરી તારણો અને આ સંદર્ભમાં થયેલા પત્રવ્યવહારના આધારે બેંકને કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી હતી.

RBI એ જણાવ્યું હતું કે, “નોટિસ પર બેંકના પ્રતિભાવ, તેના દ્વારા કરવામાં આવેલી વધારાની રજૂઆતો અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા પછી, RBIએ શોધી કાઢ્યું કે બેંક સામે નીચેના આરોપો સાબિત થયા છે, જેના કારણે નાણાકીય દંડ લાદવામાં આવ્યો છે.”

ઇન્ડિયન ઓવરસીઝ બેંકે ચોક્કસ PSL ખાતાઓમાં લોન સંબંધિત ફી વસૂલ કરી હતી, જેમાંથી દરેક ખાતાને રૂ.25,000 સુધીની લોન મંજૂર કરવામાં આવી હતી.

જો કે, RBIએ જણાવ્યું હતું કે દંડ નિયમનકારી પાલનમાં ખામીઓ પર આધારિત હતો અને તેનો હેતુ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર નિર્ણય લેવાનો ન હતો.

આ પણ વાંચોઃ RBIની એમપીસીની બેઠક પૂર્વે ઇક્વિટી બજારમાં સાંકડી વધઘટ

Back to top button