ટોપ ન્યૂઝનેશનલ

“વાંસળી વગાડવી રમત છે, ધનુષ્ય ચલાવવું તાકાત…”, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું વિવાદાસ્પદ નિવેદન

Dhirendra Shastri Lord Ram Lord Krishna Comparison Controversy: બાગેશ્વર ધામના પીઠાદીશ્વર અને પ્રખ્યાત કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. એક ભાગવત કથા દરમિયાન તેમણે અયોધ્યાપતિ ભગવાન શ્રીરામ અને વ્રજના ધણી ભગવાન શ્રીકૃષ્ણ વચ્ચે તુલનાત્મક ટિપ્પણીઓ કરી હતી. આરોપ લાગી રહ્યા છે કે તેમણે ભગવાન રામની સરખામણી કરીને ભગવાન શ્રીકૃષ્ણનું અપમાન કર્યું છે. કથા દરમિયાનનો આ કથિત વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને તેને લઈને ભક્તો તથા સનાતનીઓમાં ભારે વિરોધ અને ચર્ચાઓ જાગી છે. જોકે, વિવાદ વધતાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાદમાં સ્પષ્ટતા કરી હતી કે તેમણે આ વાતો રમૂજ અને મજાકના સ્વરૂપમાં કહી હતી.

“આપણા રામ સીધા ઊભા છે, તમારા ઠાકુર વાંકાચૂકા છે”

વાયરલ થયેલા વીડિયો અનુસાર, ધીરેન્દ્ર શાસ્ત્રીએ કથા મંચ પરથી બોલતાં જણાવ્યું હતું કે, “તમે તમારા ઠાકુરજીનો એક પણ ફોટો જુઓ, તેઓ ચિત્રમાં કે મૂર્તિમાં ત્રણ જગ્યાએથી વાંકાચૂકા ઊભા હોય છે. તેમના પગ એકબીજા પર હોય છે, કમર વળેલી હોય છે અને તેઓ વાંસળી વગાડતા હોય છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “આપણા રામજી અને રામભક્તો સાવ સીધા ઊભા રહે છે. આપણા ભગવાનનું નામ, ચાલવું અને દેખાવ બધું જ સીધું છે. જ્યારે તમારા ઠાકુરજીનું નામ પણ ત્રિભંગી (વાંકું) છે, તેઓ વાંકા ચાલે છે અને વાંકા ઊભા રહે છે. એટલું જ નહીં, આપણા રામજીનું ધામ અયોધ્યા પણ સીધું છે, જ્યારે તમારું વૃંદાવન અલગ છે.”

“વાંસળી વગાડવી એ તો રમત છે, ધનુષ્ય ચલાવવું અઘરું છે”

ધીરેન્દ્ર શાસ્ત્રી અહીં જ અટક્યા નહોતા, તેમણે ભગવાન શ્રીકૃષ્ણના વાંસળી વગાડવાની સરખામણી ભગવાન શ્રીરામના ધનુષ્યબાણ ચલાવવા સાથે કરી હતી. તેમણે સભામાં બેઠેલા શ્રોતાઓને સંબોધતાં કહ્યું કે, “વાંસળી વગાડવી એ તો એક સામાન્ય રમત છે, વાંસળી તો કોઈ પણ વગાડી શકે છે. જુઓ, અહીં પણ એક ભાઈ વગાડી રહ્યા છે. પરંતુ ધનુષ્ય ચલાવવું અને તાંકવું એ કોઈ રમત વાત નથી.”

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રામભક્તો અને કૃષ્ણભક્તો વચ્ચે સરખામણી

કથા દરમિયાન તેમણે રામભક્તોને હાથ ઊંચા કરવા કહ્યું હતું અને ટિપ્પણી કરી હતી કે, “રામજીના કેટલા અનુયાયીઓ છે? હાથ ઊંચા કરો. આજે રામભક્તો ખૂબ ખુશ થશે, કારણ કે વાંસળી વગાડવી સામાન્ય વાત છે પરંતુ ધનુષ્ય ચલાવવું એ સાચું સામર્થ્ય છે.” ધીરેન્દ્ર શાસ્ત્રીના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ અને વિવિધ ધાર્મિક સંગઠનો દ્વારા તીખી પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. કૃષ્ણભક્તોનું કહેવું છે કે બંને ભગવદ સ્વરૂપો પૂજનીય છે અને આવી હાસ્યાસ્પદ સરખામણી કરીને અનાદર કરવો યોગ્ય નથી.

આ પણ વાંચો: ’10 લાખના દાવા સામે 7,000 ખુરશીઓ ખાલી રહી’, રામલીલા મેદાનની વિપક્ષી રેલી પર સંબિત પાત્રાનો કટાક્ષ

Back to top button