દિલ્હી પહોંચતા જ અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરભ દાસની વિમાનમાંથી ધરપકડ
નવી દિલ્હી: મુંબઈથી દિલ્હી પહોંચેલા ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના સ્થાપક અભિજીત દીપકે અને તેમના સહયોગીઓને દિલ્હી પોલીસે એરપોર્ટ પર જ અટકાવી લીધા હતા. અહેવાલો અનુસાર, તેમની ફ્લાઇટ ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (IGI) એરપોર્ટ પર લેન્ડ થતાં જ પોલીસના જવાનો વિમાનમાં પ્રવેશ્યા હતા અને અભિજીત દીપકે સહિત ત્રણ લોકોને અટકાયતમાં લીધા હતા.
આ ઘટનામાં અભિજીત દીપકે ઉપરાંત સૌરભ દાસ અને આશુતોષ રાંકા પણ પોલીસની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તેમની પાર્ટીને વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી. તેથી તેઓ જંતર-મંતર ખાતે પ્રદર્શન કરી શકે નહીં.
#WATCH | Delhi Police personnel enter the aircraft that was carrying Cockroach Janta Party (CJP) Founder Abhijeet Dipke to Delhi. The flight landed at IGI Airport a few minutes ago.
“…I have come here to be arrested; arrest me,” Abhijeet Dipke tells Delhi Police
“No, this is not an arrest. Please cooperate,” Delhi Police personnel tell him.
— ANI (@ANI) October 10, 2026
‘હું અહીં ધરપકડ વહોરવા આવ્યો છું’
મળતી માહિતી મુજબ, દિલ્હી પોલીસના જવાનો ફ્લાઇટમાં પ્રવેશ્યા ત્યારે અભિજીત દીપકેએ પોલીસ સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેઓ અહીં ધરપકડ વહોરવા માટે આવ્યા છે અને પોલીસ તેમને ધરપકડ કરી શકે છે.
જોકે, પોલીસે તેમને જવાબ આપતાં કહ્યું હતું કે આ ધરપકડ નથી અને તેમણે પોલીસને સહયોગ આપવો જોઈએ. પોલીસના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તે સમયે અભિજીત દીપકે અને તેમના સાથીઓ સામેની કાર્યવાહી અંગે પોલીસ તેને ધરપકડ ગણાવી રહી નહોતી.
જંતર-મંતર પર પ્રદર્શનની મંજૂરી ન મળતાં કાર્યવાહી
આ સમગ્ર ઘટનાનું મુખ્ય કારણ જંતર-મંતર ખાતે પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, ‘કોકરોચ જનતા પાર્ટી’ને પ્રદર્શન માટે પરવાનગી આપવામાં આવી નહોતી. આથી પાર્ટીના સભ્યો જંતર-મંતર પર જઈને વિરોધ પ્રદર્શન કરી શકે તેમ નહોતા.
દિલ્હી એરપોર્ટ પર થયેલી આ કાર્યવાહી બાદ અભિજીત દીપકે અને તેમના સહયોગીઓના આગળના પગલાં અંગે ઉત્સુકતા વધી છે. જોકે, આ મામલે વધુ સત્તાવાર વિગતો સામે આવે તેની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો: ‘મને સરપંચ બનાવો, ગામના દરેક કુંવારા માટે સુંદર ઘરવાળી શોધી આપીશ’: મહિલા ઉમેદવારનો અનોખો દાવો












