મારું મગજ ઠેકાણે નથી, Border 2 ઈવેન્ટમાં પિતા ધર્મેન્દ્રને યાદ કરીને સની દેઓલ ભાવુક થયો, જુઓ Video

- જ્યારે હું અભિનેતા બન્યો, ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું મારા પિતાની વોર ડ્રામા હકીકત જેવી જ કોઈ મહાન ફિલ્મ કરવા માંગુ છું
HD ન્યુઝ ડેસ્કઃ રાજસ્થાનના જેસલમેરમાં ગુરુવારે પોતાની આગામી ફિલ્મ Border 2 ના મ્યુઝિક લોન્ચ દરમિયાન અભિનેતા સની દેઓલ અત્યંત ભાવુક જોવા મળ્યો હતો. પિતા ધર્મેન્દ્રના તાજેતરના નિધન બાદ જાહેર કાર્યક્રમમાં હાજર રહેલા સની દેઓલે તેના કરિયર પર પિતાના પ્રભાવ વિશે ઊંડી વાતો કરી હતી.ફિલ્મની સ્ટાર કાસ્ટ અને ક્રૂ સાથે ઘર કબ આઓગે ગીતના લોન્ચિંગમાં જોડાયેલા દેઓલે 1997ની ક્લાસિક વોર ફિલ્મ બોર્ડરના ઈતિહાસ પર પ્રકાશ પાડ્યો હતો. તેણે જણાવ્યું હતું કે આ ફિલ્મ તેના પિતા ધર્મેન્દ્રની 1964ની પ્રસિદ્ધ વોર ડ્રામા ફિલ્મ હકીકતથી પ્રેરિત હતી.
દેશભક્તિની ભાવનાના કારણે લોકોના મનમાં બોર્ડરનું વિશેષ સ્થાન
સભાને સંબોધતા સની દેઓલે કહ્યું, બાળપણમાં જ્યારે મેં હકીકત જોઈ ત્યારે તેની મારા પર ઊંડી અસર પડી હતી. જ્યારે હું અભિનેતા બન્યો, ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું મારા પિતા જેવી જ કોઈ મહાન ફિલ્મ કરવા માંગુ છું. એ જ ઈચ્છાને કારણે મને જેપી દત્તા સાથે ‘બોર્ડર’ કરવાની તક મળી. તેણે વધુમાં ઉમેર્યું કે ‘બોર્ડર’ આજે પણ દેશભક્તિની ભાવનાને કારણે લોકોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે.
View this post on Instagram
પિતાના નિધનથી હજુ આઘાતમાં છે સની દેઓલ
કાર્યક્રમ દરમિયાન પિતાના નિધ અંગે વાત કરતા સનીએ કહ્યું, હું અત્યારે વધારે કંઈ કહી શકું તેમ નથી. હું હજી પણ આઘાતમાં છું. ઉલ્લેખનીય છે કે ભારતીય સિનેમાના દિગ્ગજ કલાકાર ધર્મેન્દ્રનું 24 નવેમ્બરના રોજ 89 વર્ષની વયે નિધન થયું હતું.
અનુરાગ સિંહના નિર્દેશનમાં બની રહેલી બોર્ડર 2 જેપી દત્તાની 1997ની બ્લોકબસ્ટર ફિલ્મની સિક્વલ છે. આ ફિલ્મમાં સની દેઓલની સાથે વરુણ ધવન, દિલજીત દોસાંજ અને અહાન શેટ્ટી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ટી-સીરીઝ અને જેપી ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ 23 જાન્યુઆરી, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
આ પણ વાંચોઃ “હીરોથી ઝીરો બનતા વાર નહીં લાગે!” દેવકીનંદન ઠાકુરની શાહરૂખ ખાનને કડક ચેતવણી












