રાહુલ ગાંધીને મળ્યું શશિ થરૂરનું સમર્થનઃ ‘વોટ ચોરી’ના દાવા પર સાંસદનું ચોંકાવનારૂ નિવેદન
નવી દિલ્હીઃ 8 ઓગસ્ટ, 2025: Shashi Tharoor Support Rahul Gandhi on Vote Chori Statement: કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે રાહુલ ગાંધીના ‘મત ચોરી’ના દાવા પર નિવેદન આપ્યું છે. શશિ થરૂરે તેને ગંભીર પ્રશ્ન ગણાવ્યો છે અને ચૂંટણી પંચને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા કહ્યું છે. પાર્ટી સાથેના મતભેદો વચ્ચે લાંબા સમય પછી થરૂરે રાહુલ ગાંધીના વલણને જાહેરમાં સમર્થન આપ્યું છે.
‘લોકશાહીની વિશ્વસનીયતાનો નાશ ન કરો’
થરૂરે કોંગ્રેસની એક પોસ્ટને એક્સ પર શેર કરતા કહ્યું કે, ‘આ ગંભીર પ્રશ્નો છે જેનો તમામ પક્ષો અને તમામ મતદારોના હિતમાં ગંભીરતાથી ઉકેલ લાવવો જોઈએ. આપણી લોકશાહી એટલી મૂલ્યવાન છે કે તેની વિશ્વસનીયતા બેદરકારી અથવા ઇરાદાપૂર્વકની છેડછાડ દ્વારા ખતમ નથવી જોઈએ. ચૂંટણી પંચે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ અને પંચના પ્રવક્તાએ આ અંગે માહિતી આપતા રહેવું જોઈએ’.
These are serious questions which must be seriously addressed in the interests of all parties & all voters. Our democracy is too precious to allow its credibility to be destroyed by incompetence, carelessness or worse, deliberate tampering. @ECISVEEP must urgently act &… https://t.co/RvKd4mSkae
— Shashi Tharoor (@ShashiTharoor) August 8, 2025
જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે કર્ણાટકના મહાદેવપુરા વિધાનસભા ક્ષેત્રમાં 1,00,250 મતો ચોરાયા હતા, જ્યારે ભાજપે આ બેઠક 32,707 મતોના માર્જિનથી જીતી હતી.
રાહુલ ગાંધીનો આરોપ અતાર્કિકઃ ભાજપ
બીજી બાજુ, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ રાહુલ ગાંધીના આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘બિહારમાં ચૂંટણી પંચ અને મતદાર યાદીમાં સુધારા અંગે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના આરોપો ‘અતાર્કિક’ છે અને આ કોંગ્રેસ દ્વારા મત માટે સમાજના એક ચોક્કસ વર્ગને ખુશ કરવાનો પ્રયાસ છે. મતદાર યાદીઓનું SIR અગાઉ પણ કરવામાં આવ્યું છે.’
SIRથી જૂની ભૂલ સુધારાઈ રહી છે
આ સિવાય, JDU સાંસદ સંજય કુમાર ઝાએ SIRના મુદ્દા પર કહ્યું, ‘સંસદમાં વિપક્ષ અવાજ ઉઠાવે છે, પરંતુ શું બિહારમાં કોઈ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે? SIR બિહારમાં થઈ રહ્યો છે અને તેમાં જૂની ગેરરીતિઓ સુધારવામાં આવી રહી છે.’
આ પણ વાંચોઃ અમદાવાદ: શહેરમાં રખડતા શ્વાસનનો ત્રાસ, ડોગ બાઈટના કેસ જાણી ચોંકી જશો
આ પણ વાંચોઃ બાંકે બિહારી મંદિર કોરિડોર મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણયઃ મંદિર ફંડના ઉપયોગ પર લગાવી રોક












