ગુજરાતટોપ ન્યૂઝસાયન્સ એન્ડ ટેકનોલોજી

દુનિયાના 25 કરોડથી વધુ લોકોએ ગૂગલ પર “મોરબી” દુર્ઘટનાની માહિતી મેળવી

Text To Speech

મોરબીમાં ઝૂલતો પુલ તૂટતાં 142થી વધુ લોકોના મોતની ઘટનાથી દુનિયામાં અરેરાટી ફેલાઇ છે. આ દુર્ઘટના ગઈકાલે સાંજથી ઇન્ટરનેટ પર ટ્રેન્ડિંગ છે. દુનિયાના 25 કરોડથી વધુ યુઝર્સે 24 ક્લાકમાં ગુગલ પર મોરબી શબ્દ સર્ચ કરી દુર્ઘટના અંગે વિવિધ માહિતી મેળવી છે. મોરબીમાં નૂતન વર્ષના દિવસે ખુલ્લો મુકાયેલો ઝૂલતો પુલ ગઈકાલે રવિવારે સાંજે તૂટી પડયો હતો.

આ પણ વાંચો: PM મોદીની કોંગ્રેસ નેતાઓને સલાહ, કહ્યું- પહેલા ભારતને એક કરનાર મહાપુરુષ સાથે જોડાઓ

ગૂગલ પર સૌથી વધુ મોરબી શબ્દ સર્ચ કર્યો

ઝુલતા પુલ પર હાજર બાળકો સહિત 142થી વધુ લોકોના મોત થયાં છે. આ ગોઝારી ઘટનાને પગલે વિશ્વભરમાં મોરબી કેન્દ્રના સ્થાને છે. પીએમ મોદી સહિત રશિયા અને નેપાળ વગેરે દેશના ટોચના નેતાઓએ મૃતકોને શ્રદ્ધાજંલિ પાઠવી છે. ગૂગલ પર ટ્રેન્ડિંગ મોરબી દુર્ઘટના અંગે સાયબર એક્સપર્ટનું કહેવું છે કે, વિશ્વભરના 25 કરોડથી વધુ યુઝર્સે એક જ દિવસમાં ગૂગલ પર સૌથી વધુ મોરબી શબ્દ સર્ચ કર્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ: PM મોદીએ રૂ.2900 કરોડના રેલ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા

મોરબીની દુર્ઘટના ઈન્ટરનેટ પર ટ્રેન્ડિંગ થઇ

કરોડો યુઝર્સે ચોક્કસ કી-વર્ડનું સર્ચ કરતા ગુગલે મોરબી સંબંધિત તમામ શબ્દોને બ્રેકઆઉટ આપ્યું છે. આ ઉપરાંત મોરબીની દુર્ઘટના ઈન્ટરનેટ પર ટ્રેન્ડિંગ થતાં ગૂગલે SOS એલર્ટ જાહેર કર્યું છે. SOS મારફતે મોરબીની ઘટના અંગે અફવા તથા ખોટી માહિતી ન ફેલાય અને લોકો સુધી સચોટ માહિતી પહોંચે તેવો ગૂગલનો પ્રયાસ છે.

Back to top button