ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં મેઘો મુશળધાર : ભારે વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ

Gujarat News : રાજ્યમાં અત્ર, તત્ર સર્વત્ર ચોમાસુ જામ્યું છે. અનેક સ્થળે મેઘમહેર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. રાજ્યમાં સવારથી શરૂ થયેલા મુશળધાર વરસાદના કારણે માત્ર બે કલાકમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. ચોમાસાની શરૂઆતમાં જ થયેલા ભારે વરસાદ બાદ રાજ્યમાં અનેક સ્થળે રસ્તાઓ બંધ થઈ ગયા છે.  જેમાં ભારે વરસાદના પગલે રાજ્યમાં 186 રસ્તાઓ બંધ થયા છે. જેના કારણે જનજીવન ખોળવાયું છે. અને લોકોને મુસાફરીમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

પંચાયત હસ્તકના 179 રસ્તાઓ બંધ

 

રાજ્યમાં ભારે વરસાદના કારણે પંચાયત હસ્તકના કુલ 179 રસ્તાઓ બંધ થયા છે જેમાં એક નેશનલ હાઈવે બંધ થયો હતો. આ દરમ્યાન 3 સ્ટેટ હાઈવે અને 3 અન્ય માર્ગો બંધ કરાયા હતા. આ સિવાય પાણીના પ્રવાહ અને ક્ષતિગ્રસ્ત થવાથી અનેક સસ્તાઓ બંધ કરાયા છે. આ ઉપરાંત સુરત જિલ્લાના પંચાયત હસ્તકના 12 રસ્તાઓ, ખેડા અને નવસારીનો એક-એક સ્ટેટ હાઈવે, તાપી જિલ્લાના પંચાયત હસ્તકના 31 રસ્તાઓ બંધ કરાયા છે.

આગામી 7 દિવસમાં વરસાદની આગાહી

 

આ ઉપરાંત નવસારી જિલ્લામાં વહેલી સવારથી આવેલા ભારે વરસાદના કારણે જિલ્લા પંચાયત હસ્તકના 40 રસ્તાઓ બંધ કરાયા છે. વલસાડ જિલ્લા પંચાયત હસ્તકના 44 રસ્તાઓ, ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના 36 રસ્તાઓ અને જુનાગઢ જિલ્લા પંચાયત હસ્તકના 13 રસ્તાઓ બંધ કરાયા છે. આ સાથે જ હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી તીવ્ર વરસાદની આગાહી કરી છે. એક સાથે અનેક વેધર સિસ્ટમ સક્રિય થતાં આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો : સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આવી ખુશખબર, જહાજોની સુરક્ષા માટે આગળ આવ્યું ફ્રાન્સ

Back to top button