ઉત્તર ગુજરાતનવરાત્રિ-2022

વિજ્યા દશમીની માલપુરમાં મહારાઓલજી સાહેબશ્રી કૃષ્ણકુમારસિંહની પરિવાર સાથે ઉજવણી, જાણો શું છે ઈતિહાસ રાજઘરાનાનો

Text To Speech

વિજ્યા દશમી પર શસ્ત્ર પૂજાનો મહિમા રહેલો છે. ત્યારે રાજ્યમાં અરવલ્લી જિલ્લામાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકોએ એકજૂથ થઈ સમૂહમાં શસ્ત્ર પૂજા કરી હતી.

Rajput Malpur Hum Dekhenge News 05

દર વષેની જેમ આ વર્ષે પણ વિજયા દશમી પર્વના દિવસે માલપુર મુકામે જુના માલપુર રાજ્યના રાજવી મહારાઓલજી સાહેબશ્રી કૃષ્ણકુમારસિંહે રાજઘરાના પરિવારો સાથે તથા માલપુર તાલુકાના ગામ વાવડી-પિપરાણા-મંગલપુર-પહાડીયા-સાતરડા-મગોડી-બામણી-પિસાલ-સાતરડા વગેરે ગામોના રાજપુત સરદારો સાથે મા કુળદેવી નાગણેશ્વરી માતાની પુજા કરી હતી.

રાજવી મહારાઓલજી સાહેબશ્રી કૃષ્ણકુમારસિંહે રાજઘરાના પરિવારો સાથે દશેરાની ઉજવણી કરી હતી.

માલપુર દરબારગઢમાંથી દશેરાની સવારી નીકળી ઈષ્ટદેવ એવા ભવનાથ દાદાની પુજા કરી કોરવાડા કમ્પાઉન્ડમાં ઉજવવામાં આવેલ સમીવૃક્ષનું પુજન કરી સમૂહમાં શસ્ત્ર પુજન વિધાન સંપન કરવામાં આવ્યું હતું.

આ સવારી ભવ્યતા સભર તમામ રાજપુત સરદારો સાફા અને તલવાર સાથે મોટરસાયકલ અને ગાડીઓમાં નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સરદારો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

શું છે રાજઘરાનાનો ઈતિહાસ

અરવલ્લી જિલ્લામાં ડુંગરોની તળેટીમાં આવેલ માલપુર ગામ જુના સમયનું સ્વત્રંત માલપુર સ્ટેટ હતું. જેના રાજવીઓ રાઠોડ કુળનાં રણબંકા રાઠોડ હતા. રાઠોડ સરદારો ગુજરાતમાં આવ્યા ત્યારે સૌ પ્રથમ ઈડર સ્ટેટ વસાવેલું અને ત્યારબાદ મોડાસા અને માલપુર ગામે ગાદી સ્થાપેલી.

Rajput Malpur Hum Dekhenge News main 01

રાવ સોનંગજીના વંશજ રાઠોડ સરદારોએ ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ જમાવેલ હતું. માલપુર સ્ટેટ 127 ગામોનું સ્ટેટ હતું. જેનાં પૂર્વ રાજવી નેકનામદાર મહારાઓલજી સાહેબશ્રી જશવંતસિંહજી મહારાજા સાહેબ બ્રિટિશ ગર્વમેન્ટ સમયે મહીકાંઠા એજન્સીનાં પોલીટીકલ એજન્ટના ચાર્જમાં રહેતા હતા. દશેરાના દિવસે માલપુર ગામમાં વિજયા દશમીનાં પર્વના રોજ સવારી હાથી ઉપર નીકળતી હતી.

આ પણ વાંચો : નવરાત્રિ: વિશ્વ કલ્યાણ અર્થે મોડાસામાં પંદર કુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન

Back to top button