ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ધુળેટીની ખુશીઓ માતમમાં ફેરવાઈ: માલપુરમાં બે બાળક અને સુરતમાં ત્રણ યુવાનના ડૂબીને મોત

Breaking News: અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નવા (જાંબુ ફળી) ગામે ધુળેટીના તહેવારની ઉજવણી દરમિયાન એક કરુણ ઘટના સામે આવી છે. તળાવમાં નહાવા ગયેલા બે પિતરાઈ ભાઈ, રાયચંદ ડામોર અને જૈમીન ડામોર અચાનક ઊંડા પાણીમાં ડૂબી ગયા અને તેમની જીવ ગુમાવ્યો હતો. બંને ધોરણ 5 અને 6માં અભ્યાસ કરતા હતા.

બાળકો ડૂબ્યા હોવાની જાણ થતા જ સમગ્ર ગામ તળાવના કિનારે ઉમટી પડ્યું. તાત્કાલિક મોડાસા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી, અને ભારે મહેનત બાદ બંનેના મૃતદેહ બહાર કઢાયા. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માલપુર CHC ખાતે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ગામમાં આ દુર્ઘટનાથી શોકનું વાતાવરણ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લીંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સુરતમાં પણ એક કરુણ ઘટના ઘટી છે. સુરતના માંગરોળના પાનસરા ગામ પાસે કીમ નદીમાં નહાવા ગયેલા ત્રણ યુવાનના ડૂબી જવાથી મોત થયા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ધુળેટીનો તહેવાર ખુશીઓ લઈને આવતા સમયે આ દુખદ ઘટનાઓએ લોકોના હૃદયમાં ગહન દુખ અને શોક ભરી દીધો છે.

આ પણ વાંચો: અમેરિકા–ઈરાન તણાવ વચ્ચે ભારતીયો માટે વિદેશ મંત્રાલયનું એલર્ટ: ખાસ કંટ્રોલ રૂમ અને હેલ્પલાઈન શરૂ

 

Back to top button