મીઠી નદીનું સફાઈ કૌભાંડ ડિનો મોરિયા સુધી ફેલાયું, ₹ 65 કરોડના સ્કેમમાં પૂછપરછ

- ડિનો મોરિયાને મુંબઈ પોલીસની Economic Offences Wing દ્વારા પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા હતા. ડીનો સવારે 11 વાગ્યાની આસપાસ EOW ઓફિસ પહોંચ્યો
HD ન્યુઝ ડેસ્કઃ મુંબઈમાં ચાલી રહેલા ₹ 65 કરોડના મીઠી નદીના કાદવ કાઢવાના કૌભાંડની તપાસમાં ફિલ્મ અભિનેતા ડિનો મોરિયાનું નામ સામે આવ્યું છે. સોમવારે તેને મુંબઈ પોલીસની Economic Offences Wing (EOW) દ્વારા પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા હતા. ડીનો સવારે 11 વાગ્યાની આસપાસ EOW ઓફિસ પહોંચ્યો, જ્યાં તેની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
અહેવાલો અનુસાર તપાસ દરમિયાન, ડીનો મોરિયા, તેના ભાઈ સેન્ટિનો મોરિયા અને મુખ્ય આરોપી કેતન કદમ વચ્ચેના અનેક ફોન કોલ્સની વિગતો બહાર આવી છે. આ કોલ રેકોર્ડ્સ અને નાણાકીય વ્યવહારો અંગે ડીનોનું નામ તપાસ હેઠળ આવ્યું છે.
સમાચાર એજન્સી ANI અનુસાર, મીઠી નદી સફાઈ કૌભાંડના સંદર્ભમાં મુંબઈ પોલીસની EOW અભિનેતા ડીનો મોરિયાની પૂછપરછ કરી રહી છે. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી સાથેના સંબંધોને કારણે તેનું નામ તપાસમાં સામે આવ્યું છે.
મીઠી નદીનું ડીસિલ્ટિંગ કૌભાંડ શું છે?
આ કૌભાંડમાં આરોપો છે કે મીઠી નદીમાં કાદવ સાફ કરવા માટે બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા ભાડે લેવામાં આવેલા મશીનો તેમની વાસ્તવિક કિંમત કરતા ઘણી ઊંચી કિંમતે વેચવામાં આવ્યા હતા. આ કામ કથિત રીતે કેટલાક મ્યુનિસિપલ અધિકારીઓ અને ખાનગી કંપનીઓ સાથે મળીને કરવામાં આવ્યું હતું.
Actor Dino Morea is being questioned by EOW of the Mumbai Police in connection with the Mithi River cleaning scam. His name came up in the investigation for having connections with one of the arrested accused in the matter: Mumbai police
— ANI (@ANI) May 26, 2025
થોડા અઠવાડિયા પહેલા EOW એ કેતન કદમ અને જયેશ જોશી નામના બે વચેટિયાઓની ધરપકડ કરી હતી. કેતન કદમ મુંબઈ સ્થિત વોડર ઈન્ડિયા એલએલપીના ડિરેક્ટર છે, જે કાંપ સફાઈ સેવાઓ પૂરી પાડે છે. જયેશ જોષીવિર્ગો સ્પેશિયાલિટીઝ પ્રા. લિ. સાથે સંકળાયેલા છે, જે ઔદ્યોગિક સાધનોનું ઉત્પાદન કરે છે.
આ બંનેએ મ્યુનિસિપલ ડ્રેનેજ વિભાગ (SWD) અને ખાનગી સપ્લાયર્સ સાથે મળીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનો આરોપ છે.
અત્યાર સુધીની તપાસ
આ મામલે અત્યાર સુધીમાં 13 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે. ડીનો મોરિયા અને તેમના ભાઈની પૂછપરછ કરવામાં આવી રહી છે કે શું તેઓ આ કૌભાંડથી વાકેફ હતા કે તેમની ભૂમિકા ફક્ત વ્યક્તિગત સંપર્ક સુધી મર્યાદિત હતી.
આ પણ વાંચોઃ પ્રીતિ તૂને દિલ છૂ લિયા! ઓપરેશન સિંદૂર બાદ શહીદોના પરિવારને આપ્યું ₹ 1 કરોડનું દાન












