ટ્રેન્ડિંગનેશનલમીડિયા

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, જંતર-મંતર વિસ્તારમાં મોબાઇલ ડેટા પર પ્રતિબંધ

CJP Protest : વિરોધ પ્રદર્શન અને સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મોટો આદેશ જારી કર્યો છે. સીજીપી (CJP) ના સમર્થનમાં યોજાઈ રહેલા આંદોલનમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં યુવાનો દિલ્હીના જંતર મંતર ખાતે એકઠા થયા છે. સુરક્ષાની ગંભીર ચિંતાઓને પગલે ગૃહ મંત્રાલયે 23 જુલાઈના રોજ જંતર મંતરના 1.5 કિલોમીટરના વિસ્તારમાં સાંજે 4:00 વાગ્યાથી મધ્યરાત્રિ 12:00 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ (બંધ) કરવાનો આદેશ આપ્યો છે.

સેન્ટ્રલ દિલ્હીમાં હિંસાની ઘટનાઓ બાદ લેવાયો નિર્ણય

ગુરુવારે જારી કરવામાં આવેલા આ આદેશ પાછળ આંદોલન દરમિયાન બનેલી હિંસાની છૂટાછવાઈ ઘટનાઓ મુખ્ય કારણ છે. સેન્ટ્રલ દિલ્હીમાં થયેલી હિંસક ઝડપોમાં બે (2) ACP રેન્કના ઉચ્ચ અધિકારીઓ સહિત ઓછામાં ઓછા 6 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

મંગળવારે કનોટ પ્લેસ વિસ્તારમાં વિરોધ કરી રહેલા ટોળા દ્વારા રેપિડ એક્શન ફોર્સ (RAF) ના 45 વર્ષીય જવાન પર તલવારો અને લાઠીઓ વડે કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો.

આ તમામ હિંસક ઘટનાઓ અને સુરક્ષાના જોખમોને ધ્યાનમાં રાખીને પોલીસે આંદોલન સ્થળની આસપાસના વિસ્તારમાં મોબાઈલ જેમાર (Mobile Jammers) પણ સક્રિય કરી દીધા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

દિલ્હીના હૃદયસમા કનોટ પ્લેસ (CP) વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ દુકાનો, ઓફિસો અને રેસ્ટોરન્ટ્સ સાંજે 6:30 વાગ્યા સુધીમાં બંધ કરી દેવાની કડક સલાહ આપવામાં આવી છે.

સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે ‘ન્યૂ દિલ્હી ટ્રેડર્સ એસોસિએશન’ (NDTA) એ ન્યૂ દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) ના ચેરમેન અને વાઈસ-ચેરમેન તરફથી મળેલા ટેલિફોનિક નિર્દેશો બાદ આ મોટો નિર્ણય લીધો છે.

વેપારી મંડળની સહયોગ માટે અપીલ

ટ્રેડર્સ એસોસિએશને તમામ દુકાનદારો, કાર્યાલયો અને રેસ્ટોરન્ટ સંચાલકોને આ નિર્દેશોનું પાલન કરવા અને તંત્રને પૂર્ણ સહયોગ આપવા વિનંતી કરી છે. એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે કનોટ પ્લેસની આસપાસ CJP આંદોલન અને વિરોધ પ્રદર્શનના કારણે ઉદ્ભવેલી ગંભીર પરિસ્થિતિને જોતાં આ પગલું ભરવામાં આવ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

NIA તપાસની PIL પર CJP ની તીખી પ્રતિક્રિયા

બીજી તરફ, દિલ્હીના જંતર મંતર ખાતે આંદોલન ચલાવી રહેલા CJP ના પ્રવક્તા સૌરભ દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરીને મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, “કોઈ દક્ષિણપંથી વિચારધારા ધરાવતી વ્યક્તિ દ્વારા CJP વિરુદ્ધ NIA તપાસની માગ કરતી જાહેર હિતની અરજી (PIL) કરવી એ અત્યંત શંકાસ્પદ છે.”

તેમણે ન્યાયતંત્રને અપીલ કરતા લખ્યું કે, “અમે અદાલતને ગુજારીશ કરીએ છીએ કે તેઓ આ સરકારના હાથનું હથિયાર ન બને. દેશની આખી યુવા પેઢી અત્યારે ન્યાયતંત્ર તરફ આશાભરી નજરે જોઈ રહી છે.”

સોનમ વાંગચુકની હિલચાલ અને હોસ્પિટલ નજરબંદી પર વિવાદ

સોનમ વાંગચુકની તબિયત અંગે વાત કરતા સૌરભ દાસે આરોપ લગાવ્યો હતો કે, સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય સંબંધિત એક PIL પર દિલ્હી હાઈકોર્ટે આપેલા આદેશનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.

તેમના જણાવ્યા મુજબ, તંત્રે આ આદેશનો બહાના તરીકે ઉપયોગ કરીને સોનમ વાંગચુકને પ્રદર્શન સ્થળેથી બળજબરીપૂર્વક હટાવી દીધા હતા અને હોસ્પિટલમાં નજરબંદ કરી દીધા હતા. આ ઘટના બાદ જ પ્રદર્શનકારીઓમાં આક્રોશ વધ્યો હતો અને વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું હતું.

આ પણ વાંચો :PMના સંદેશ બાદ સલમાનની વિદ્યાર્થીઓને અપીલ, જાણો શું કહ્યું

આ પણ વાંચો :શરીરને બનાવો મજબૂત, આયર્નથી ભરપૂર આ ખોરાક રાખશે તમને તંદુરસ્ત

Back to top button