7માં ધોરણમાં ભણતી બાળકીએ છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કર્યો, મહેસાણાનો હચમચાવી નાખતો કિસ્સો

Mehsana student suicide: સોમનાથ રોડ પર આવેલી પંડિત દીનદયાલ નગર આવાસ યોજનાની બિલ્ડિંગમાં આજે(2 જુલાઈ) વહેલી સવારે એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે.
આવાસની બાજુમાં આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતી અને ધોરણ 7માં અભ્યાસ કરતી એક કિશોરીએ અગમ્ય કારણોસર આવાસના છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પંડિત દીનદયાલ નગર એસોસિયેશનના પ્રમુખ કલ્પેશ રાઠોડે જણાવ્યું કે સવારે 7:30ની આજુબાજુ એક દુઃખદ ઘટના બની છે. શિવકૃપા સોસાયટીમાં રહેતી ધોરણ-7માં ભણતી વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર અહીંયા આવીને સુસાઇડનું પગલું ભર્યું છે. જે અમને જાણ થતા સૌએ પોલીસને જાણ કરી. ત્યારબાદ માતા-પિતાને પણ વાયા-વાયા જાણ થઈ અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે પોલીસ અને 108ની ટીમ દ્વારા જે પ્રોસેસ કરવાની થતી હતી એ કરી છે.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં 125 વર્ષ જૂના ગુરુદ્વારાને તોડી પાડતા ભારતે વાંધો ઉઠાવ્યો












