ગુજરાતટ્રેન્ડિંગ

કરવાચોથની ભીડ વચ્ચે અમદાવાદના અર્બન ચોક ફૂડ બજારમાં ભીષણ આગ: 3થી 4 આઉટલેટ્સ ઝપેટમાં

Ahmedabad Urban Chowk Fire :  અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા રાજપથ રંગોલી ક્લબ રોડ પર આવેલા પ્રખ્યાત ‘અર્બન ચોક’ (Urban Chowk) ફૂડ બજારમાં ગુરુવારે રાત્રે આશરે 8:00 વાગ્યાના સુમારે અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. કરવાચોથનો તહેવાર હોવાથી ફૂડ કોર્ટમાં મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે ખાણીપીણીની મજા માણી રહ્યા હતા, જેથી અચાનક આગ લાગતા સમગ્ર પરિસરમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ચાટના સ્ટોલમાંથી શરૂ થઈ આગ

પ્રાથમિક વિગતો મુજબ, આગની શરૂઆત એક ચાટના સ્ટોલમાંથી થઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના મોમોસ સહિત અન્ય 3 થી 4 આઉટલેટ્સને પોતાની લપેટમાં લઈ લીધા હતા. ૫૦થી વધુ સ્ટોલ ધરાવતા આ અર્બન ચોક પરિસરમાંથી પોલીસ અને ફાયર વિભાગની ટીમે તાત્કાલિક લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ ટ્રેનમાં રાત્રે 11 વાગ્યા પછી ફોન ચાર્જ કરવો કેમ છે ખતરનાક? જાણો કારણ અને રેલ્વેનો નિયમ

ફાયર બ્રિગેડની કામગીરી અને સ્થિતિ

ઘટના અંગે જાણ થતાં જ બોપલ ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડની 3 થી 4 ગાડીઓએ સ્થળ પર પહોંચી સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

સદનસીબે, સમયસર સ્થળ ખાલી કરાવી દેવાતાં આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટી ઈજાના સમાચાર સામે આવ્યા નથી, જેનાથી તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. આગ સંપૂર્ણપણે બુઝાઈ ગયા બાદ શોર્ટ સર્કિટ કે ગેસ લીકેજ જેવા ચોક્કસ કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ UP MLC ચૂંટણી: સપાનું ‘અલ્પસંખ્યક કાર્ડ’ નિષ્ફળ, મુસ્લિમ બેલ્ટમાં ન ચાલી સાયકલ

Back to top button