ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ન્યૂઝીલેન્ડ સામે 5-0થી સિરીઝ જીતવાનું લક્ષ્ય, તિલક વર્માએ કર્યો મોટો ખુલાસો

Tilak Varma : ભારતીય ક્રિકેટ ટીમનું ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી પાંચ મેચની T20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. ટીમ ઈન્ડિયાએ શરૂઆતની ત્રણેય મેચ જીતીને સિરીઝમાં અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે ભારતે સિરીઝમાં વધુ બે મેચ રમવાની છે. ચોથી T20 મેચ 30 ઑક્ટોબરે ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાવાની છે. આ મેચ પહેલાં ભારતીય T20 ટીમના ઉપકપ્તાન તિલક વર્માનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ટીમ બાકીની બંને મેચમાં પણ કોઈ કસર છોડવા માગતી નથી અને હવે તેનું લક્ષ્ય સિરીઝમાં ક્લીન સ્વીપ કરવાનું છે. (Tilak Varma)

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ક્લીન સ્વીપ કરવાની અમારી પાસે શાનદાર તક: તિલક વર્મા

ઓકલેન્ડમાં રમાનારી ચોથી T20 મેચ પહેલાં તિલક વર્માએ જણાવ્યું કે ભારતીય ટીમ હવે સિરીઝમાં ક્લીન સ્વીપ કરવા પર ધ્યાન આપી રહી છે. ટીમ પાસે આ સિદ્ધિ હાંસલ કરવાની શાનદાર તક છે. તિલક વર્માએ કહ્યું કે અમારું આગામી લક્ષ્ય ચોથી મેચ જીતવાનું છે, જેથી ભારતીય ચાહકોને ટીમ ઈન્ડિયાને 5-0થી સિરીઝ જીતતી જોવાની તક મળે. તેમણે મુખ્ય કોચ સાથે થયેલી બેઠકનો પણ ઉલ્લેખ કર્યો હતો. તિલકના જણાવ્યા અનુસાર, બેઠકમાં તમામ ખેલાડીઓને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે આ લાંબો પ્રવાસ છે અને T20 સિરીઝમાં મળેલી લય વનડે તથા ટેસ્ટ ટીમો માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ફિનિશરની ભૂમિકા અંગે તિલક વર્માએ શું કહ્યું?

કારકિર્દીની શરૂઆત ટોપ ઓર્ડર બેટ્સમેન તરીકે કરનાર તિલક વર્મા હવે વિશ્વ ક્રિકેટમાં એક સારા ફિનિશર તરીકે પણ ઓળખાય છે. તેમણે પોતાની બેટિંગની તૈયારી અને પાંચમા કે છઠ્ઠા ક્રમે રમવાની ભૂમિકા અંગે વાત કરી હતી. તિલક વર્માએ જણાવ્યું કે તેમની પાસે પહેલેથી જ પાવર-હિટિંગની ક્ષમતા હતી અને તેમણે ત્રીજા ક્રમે બેટિંગ કરતી વખતે પણ રન બનાવ્યા છે. હવે જ્યારે તેઓ પાંચમા કે છઠ્ઠા ક્રમે બેટિંગ કરવા આવે છે, ત્યારે પ્રથમ બોલથી જ બાઉન્ડરી ફટકારવાની તક મળે તો તેઓ તેનો લાભ લેવાનો પ્રયાસ કરે છે. જો આવી તક ન મળે, તો તેઓ ઇનિંગ્સને આગળ વધારવા પર ધ્યાન આપે છે.

આ પણ વાંચો: ગુજરાતને મળશે બે નવી ટ્રેનની ભેટ! 30 ઑક્ટોબરે PM મોદી બતાવશે લીલી ઝંડી

બીજી T20માં તિલક વર્માની નિર્ણાયક ઇનિંગ્સ

ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20 મેચમાં તિલક વર્માએ ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 181 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતીય ટીમે માત્ર 70 રનના સ્કોર સુધીમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આ મુશ્કેલ પરિસ્થિતિમાં તિલક વર્માએ ઇનિંગ્સને સંભાળી હતી. તેમણે અણનમ 51 રનની શાનદાર ઇનિંગ્સ રમીને ટીમને જીત અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. હવે ચોથી T20 મેચમાં પણ ટીમ ઈન્ડિયાની નજર જીત મેળવીને સિરીઝમાં 4-0ની સરસાઈ મેળવવા પર રહેશે. ત્યારબાદ અંતિમ મેચ જીતીને 5-0થી ક્લીન સ્વીપ કરવાની તક ભારત પાસે રહેશે.

આ પણ વાંચો:  ‘વિરાટ કોહલી જેવા લોકોની મદદ કેમ નથી લેતા?’ દિલ્હી પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટનો સવાલ
Back to top button