શુભમન ગિલે પ્રેક્ટિસ દરમિયાન માથા પર ચોંટાડ્યું ખાસ ડિવાઈસ: જાણો શું છે આ ‘TEMPLE’ ગેજેટ?

Shubman Gill TEMPLE Device: ભારતીય વનડે ક્રિકેટ ટીમનો કેપ્ટન શુભમન ગિલ ન્યુઝીલેન્ડ પહોંચી ગયો છે, જ્યાં 4 નવેમ્બરથી વનડે સિરીઝ શરૂ થવાની છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન શુભમન ગિલ એક ખાસ ડિવાઈસ સાથે નજરે પડ્યો હતો, જેને તેણે પોતાના માથા પર ચોંટાડ્યું હતું.
આ ડિવાઈસનું નામ ‘TEMPLE’ છે, જે સોનાના (ગોલ્ડન) રંગમાં જોવા મળે છે. ખાસ વાત એ છે કે તેને ઝોમાટો (Zomato) ના કો-ફાઉન્ડર દીપિન્દર ગોયલના નવા સ્ટાર્ટઅપે તૈયાર કર્યું છે. તેની કિંમત 84,999 રૂપિયા છે અને તેનું પ્રી-ઓર્ડર 1 નવેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે.
🚨Shubman Gill, KL Rahul, Gurnoor Brar have joined the Indian squad but Gill was seen wearing fitness tracking device temple.
@CricSubhayan with the full report from Auckland#NZvIND https://t.co/nOh3cHhHYk
— RevSportz Global (@RevSportzGlobal) October 29, 2026
શું છે TEMPLE ડિવાઈસનું કામ?
પ્રાક્ટિસ મેચ દરમિયાન ગિલ સંપૂર્ણપણે ફિટ નજરે પડ્યો અને તેણે બેટિંગની તૈયારી પણ કરી હતી. આ દરમિયાન તેના માથા પર લાગેલો TEMPLE ગેજેટ એક ફિટનેસ સેન્ટ્રિક ડિવાઈસ છે, જેની કામ કરવાની રીત સ્માર્ટવોચ કે સ્માર્ટબેન્ડ કરતા તદ્દન અલગ છે.
-
બ્રેઈન બ્લડ ફ્લો ટેસ્ટ કરે છે: આ ડિવાઈસ મગજમાં લોહીના પ્રવાહ (Blood Flow) ને ટ્રેક કરે છે. તેને માત્ર માથા પર ચોંટાડવું પડે છે, ત્યારબાદ તે પોતાની ખાસ ટેક્નોલોજીની મદદથી હેલ્થ અને એનર્જી લેવલ ચેક કરે છે.
આ પણ વાંચોઃ ‘જઈને કોહલી પાસે અપીલ કરાવો…’ દિલ્હીમાં ફટાકડા પર SCની ફટકાર
TEMPLE ના ખાસ ફિચર્સ:
1. બ્રેઈન ફ્લો (Brain Flow): આ ફીચર મગજમાં બ્લડ ફ્લો અને તેનાથી આવતા સિગ્નલને ટ્રેક કરે છે.
2. એન્ટ્રોપી સ્કોર (Entropy Score): આ ફીચર શરીરની અંદર થતા બદલાવના આધારે ૧ થી ૨૫૦ ની વચ્ચેનો સ્કોર આપે છે.
કેવી રીતે કામ કરે છે આ ગેજેટ?
TEMPLE ડિવાઈસની અંદર PPG (Photoplethysmography) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નોલોજી ફિટનેસ બેન્ડ અને સ્માર્ટવોચમાં પણ હોય છે. PPG ટેક્નોલોજી હેઠળ સ્કિનની અંદર લાઈટ એન્ટર થાય છે, જે બ્લડમાં થતા બદલાવોને ટ્રેક કરે છે.
ત્યારબાદ આ ડિવાઈસ બ્લડના ડેટાને એનાલાઈઝ કરીને મોબાઈલ એપના માધ્યમથી યુઝર્સને તમામ માહિતી પૂરી પાડે છે.












