નદીમાં મળી બાંગ્લાદેશના એરફોર્સ અધિકારીની લાશ, શેખ હસીનાનો દેશ છોડવાનો વીડિયો કર્યો હતો શેર!

Bangladesh Air Force Officer Death: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનો દેશ છોડીને જતા સમયનો વીડિયો કથિત રીતે જારી કરનાર એરફોર્સના એક અધિકારીનું રહસ્યમય મોત થયું છે. તહસીફ સૌરી નામના આ અધિકારીનો મૃતદેહ ઢાકાની તુરાગ નદીમાંથી મળી આવ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
બાંગ્લાદેશ એરફોર્સના ફ્લાઇટ લેફ્ટિનન્ટ તહસીફ સૌરી ૨૭ ઓક્ટોબરની સાંજે ઘરેથી બહાર ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેમને કોઈ મિત્રએ નીચે બોલાવ્યા હતા અને ત્યારબાદ તેઓ ક્યારેય પાછા ફર્યા નહોતા. તેમના પિતા કે.એમ. ઇનાયતુલ કરીમે જણાવ્યું કે રાત્રે ૧:૩૫ વાગ્યે તેમણે પોતાની માતાને મેસેજ મોકલ્યો હતો કે, “મમ્મી, હું આવી રહ્યો છું.” ત્યારબાદ પરિવારજનો તેમનો સંપર્ક કરી શક્યા નહોતા. લેફ્ટિનન્ટ તહસીફ સૌરીના સંબંધીઓએ તેમની હત્યા કરવામાં આવી હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે.
હસીનાના વીડિયો સાથે શું હતો સંબંધ?
રિપોર્ટ્સ અનુસાર, ઓગસ્ટ ૨૦૨૪ માં જ્યારે શેખ હસીના સૈન્ય વિમાન દ્વારા બાંગ્લાદેશથી રવાના થઈ રહ્યા હતા, ત્યારે સૌરીએ આ ફૂટેજ રેકોર્ડ કર્યા હોવાનું કે શેર કર્યું હોવાનું મનાય છે. સૌરીની પિતરાઈ બહેન મોશફેકા જહાંએ ફેસબુક પર આરોપ લગાવ્યો છે કે હસીનાના વીડિયોને કારણે તેને સતત માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો અને અંતે તેની હત્યા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ હવે પાર્સલ મોકલવું વધુ સરળ બનશે? રેલવેની આ નવી સુવિધા અને નિયમો જાણો
તેમણે દાવો કર્યો કે સૌરીએ આ વીડિયો રેકોર્ડ કર્યો ન હતો, પરંતુ માત્ર એક નાગરિક તરીકે તેને આગળ શેર કર્યો હતો. જો કે, અધિકારીઓએ વીડિયો જારી કરવામાં તેમની ભાગીદારી અથવા આ મોત સાથેના સંબંધની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.
તપાસ ચાલુ છે
ઉત્તરખાન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. પોલીસ હાલ ડૂબી જવાથી મોત, આત્મહત્યા કે હત્યા તમામ એંગલથી તપાસ કરી રહી છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે શેખ હસીના આ વર્ષે ડિસેમ્બર સુધીમાં બાંગ્લાદેશ પરત ફરે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
આ પણ વાંચોઃ ગુજરાતને મળશે બે નવી ટ્રેનની ભેટ! 30 ઑક્ટોબરે PM મોદી બતાવશે લીલી ઝંડી












