ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મરાઠા અનામત આંદોલન પર પૂર્ણ વિરામ? સરકારે માની માંગ, જરાંગે કહ્યું- ‘અમે જીતી ગયા…’

Maratha Reservation Protest: મહારાષ્ટ્રની રાજધાન મુંબઈમાં મરાઠા અનામતની માંગને લઈને આંદોલન કરી રહેલા મનોજ જરાંગની મોટી જીત થઈ છે. સરકારે “હૈદરાબાદ ગેઝેટ” બહાર પાડ્યું છે. જેનો અર્થ એ છે કે, મરાઠા સમુદાયના લોકોને ‘કુણબી’ જાતિનો દરજ્જો મળશે. રાજ્યમાં કુણબી જાતિ પહેલાથી જ ઓબીસીમાં સામેલ છે. સરકારના આ નિર્ણયથી મરાઠાઓને અનામત મેળવવાનો માર્ગ મોકળો થયો છે. સરકારની આ પહેલથી મરાઠા સમુદાય માટે ઘણી તકો તો ખુલશે. પરંતુ આ નિર્ણય સામાજિક ન્યાયની દિશાને પણ મજબૂત બનાવશે.

સરકારે ગેઝેટ જાહેર કર્યું

સરકારે ગેઝેટ જાહેર કર્યું તે પહેલાં, મનોજ જરાંગેએ તેમના આમરણાંત ઉપવાસ સમાપ્ત કરવા માટે કેટલીક શરતો મૂકી હતી. આમાં સૌથી મહત્ત્વપૂર્ણ મરાઠા સમુદાયને કુણબી જાતિમાં સમાવવાની માંગ હતી. હવે સરકાર દ્વારા જીઆર જાહેર કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, એવી શક્યતા છે કે તેઓ રાત્રે 9 વાગ્યે મુંબઈ છોડી શકે છે. કારણ કે, હાઈકોર્ટે પણ બુધવાર (3 સપ્ટેમ્બર) સવાર સુધીમાં આઝાદ મેદાન ખાલી કરવાની કડક ચેતવણી આપી છે.

મહિનાઓથી કરે છે આંદોલન

આ અનામતનો માર્ગ એટલો સરળ નહોતો. કારણ કે, મનોજ જરાંગે ફડણવીસ સરકાર સામે મરાઠા અનામત માટે મહિનાઓથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

મનોજ જરાંગે 2021માં પિંપળગાંવમાં મરાઠા અનામત માટે 90 દિવસ સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. 2023માં ઓગસ્ટ મહિનામાં, જરાંગે જાલનામાં અનામતની માંગણી સાથે મોટા પાયે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. તેમણે ઘણા દિવસો સુધી ભૂખ હડતાળ કરી હતી અને પોલીસ કાર્યવાહી પછી, આ આંદોલન રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

આ ઉપરાંત, 2023 અને 2025 ની વચ્ચે, જરાંગે વિવિધ પ્રદેશોમાં, મુખ્યત્વે મરાઠાવાડા પ્રદેશ અને મુંબઈમાં, સાત ભૂખ હડતાળ કરી હતી.

અહેવાલ અપડેટ થાય છે…

આ પણ વાંચોઃ દુનિયાના સૌથી મોંઘા અભિનેતાનું ટ્રાન્સફોર્મેશન જોઈને ચોંકી ગયા ચાહકો, જાણો શું કહ્યું

આ પણ વાંચોઃ OpenAI ભારતમાં પોતાનું પહેલું ડેટા સેન્ટર ખોલશે, તે શું છે અને તે કેવી રીતે કાર્ય કરશે?

Back to top button