ગુજરાત

અમદાવાદમાં વધતા અકસ્માતો સામે ફિલ્મ નિર્માતા મનોજ પટેલ મેદાને, તંત્રને સત્યાગ્રહની ચીમકી

Manoj Patel Raises Alarm Over Rising Road Accidents in Ahmedabad : અમદાવાદમાં વધતા માર્ગ અકસ્માતોના મુદ્દે ચિંતાનો સૂર હવે વધુ તેજ બન્યો છે. જાણીતા ગુજરાતી ફિલ્મ લેખક અને નિર્માતા મનોજ પટેલે રાજ્યમાં સતત વધી રહેલા જીવલેણ અકસ્માતો સામે તંત્રને તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા માટે વિનંતી કરી છે.

RTIમાં ચોંકાવનારા આંકડાઓના સામે આવ્યા

મનોજ પટેલ (Manoj Patel) દ્વારા એક RTI કરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારા આંકડાઓના સામે આવ્યા હતા. RTIમાં મળેલી માહિતી મુજબ વર્ષ 2021થી 2021 દરમિયાન ગુજરાતમાં અંદાજે 79,054 માર્ગ અકસ્માતો નોંધાયા છે, જેમાં આશરે 38,530 જેટલા લોકોના મોત થયા છે. આ ચોંકાવનારા આંકડાઓને ધ્યાનમાં રાખીને તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત ઉચ્ચ સ્તરના તંત્રને વિસ્તૃત રજૂઆત પત્ર પાઠવ્યો છે અને જનહિતમાં તાત્કાલિક પગલાં લેવાની વિનંતી કરી છે.

મનોજ પટેલે તંત્ર સમક્ષ કેટલીક મુખ્ય માંગણીઓ પણ મૂકી

તેમની રજૂઆતમાં ખાસ કરીને ગેરકાયદેસર પાર્કિંગ, ફૂટપાથ પરના દબાણ અને વાહનોની અનિયંત્રિત ગતિને મુખ્ય કારણ તરીકે દર્શાવવામાં આવ્યા છે. મનોજ પટેલે દાવો કર્યો છે કે, હાઈકોર્ટના આદેશો હોવા છતાં અમદાવાદના ઘણા વિસ્તારોમાં રોડની બંને બાજુ દબાણોને કારણે અવરજવર માટેની જગ્યા ગંભીર રીતે ઘટી રહી છે. આ મુદ્દે તેમણે તંત્ર સમક્ષ કેટલીક મુખ્ય માંગણીઓ પણ મૂકી છે. જેમાં શહેરના જાહેર માર્ગો પરથી તાત્કાલિક એન્ક્રોચમેન્ટ દૂર કરવું, શહેરી વિસ્તારોમાં ધીમા વાહનો માટે અલગ લેન બનાવવી અને સ્પીડ લિમિટનું કડક પાલન કરાવવું, તેમજ સ્ટેટ અને નેશનલ હાઈવે પર પણ અલગ લેન વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગણી સામેલ છે.

RTIમાં ચોંકાવનારા આંકડા વાંચો – RTI REPLY GUJARAT POLICE DT 26_02_2026

અંબાજી પદયાત્રા માર્ગને લઈને પણ વિશેષ યોજના બનાવવાની અપીલ કરી

આ સાથે જ અંબાજી પદયાત્રા માર્ગને લઈને પણ વિશેષ યોજના બનાવવાની અપીલ કરવામાં આવી છે, જેથી દર વર્ષે લાખો પદયાત્રીઓને સુરક્ષિત રીતે યાત્રા કરી શકાય અને સ્થાનિક સ્તરે રોજગારીની તકો પણ ઊભી થાય. આ સમગ્ર મુદ્દે મનોજ પટેલે ગુજરાત સરકાર તેમજ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિ ગડકરી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તેમજ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી સમક્ષ તાકીદની રજૂઆત કરી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

…તો પ્રતીકાત્મક ‘સત્યાગ્રહ’ શરૂ કરશે

મનોજ પટેલે સ્પષ્ટ કર્યું છે કે, જો નિર્ધારિત સમયમર્યાદા સુધીમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ કાયદાકીય મંજૂરીઓ સાથે ગાંધી જયંતી નિમિત્તે પ્રતીકાત્મક ‘સત્યાગ્રહ’ શરૂ કરશે. હાલમાં આ મુદ્દો ફરી એકવાર શહેર અને રાજ્ય સ્તરે માર્ગ સુરક્ષા અંગેની ચર્ચાને ગરમાવી રહ્યો છે અને હવે નજર તંત્રના આગામી પગલાં પર ટકેલી છે.

આ પણ વાંચો :

Konart Steel: ફેક્ટરીથી લઈને વેરહાઉસ સુધી, PEB ઇન્ડસ્ટ્રીમાં ઇનોવેશનનું નવું સરનામું
Back to top button