દીપિકા પાદુકોણના સપોર્ટમાં મણિરત્નમ, 8 કલાકની શિફ્ટ યોગ્ય, વાંગાએ ફિલ્મમાંથી કરી હતી આઉટ

- દીપિકાએ શૂટિંગ દરમિયાન દિવસમાં માત્ર 8 કલાક કામ કરવાની શરત મૂકી હતી, જે પૂરી ન થઈ અને તેણે પોતાને ફિલ્મથી દૂર કરી દીધી હતી
HD ન્યુઝ ડેસ્કઃ તાજેતરમાં Deepika Padukone ને આગામી ફિલ્મ ‘સ્પિરિટ’માંથી દૂર કરવાના સમાચાર ખૂબ જ ચર્ચામાં છે. અહેવાલો અનુસાર દીપિકાએ શૂટિંગ દરમિયાન દિવસમાં માત્ર 8 કલાક કામ કરવાની શરત મૂકી હતી, જે પૂરી ન થઈ અને તેણે પોતાને ફિલ્મથી દૂર કરી દીધી હતી. તે જ સમયે ઘણા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે સંદીપ રેડ્ડી વાંગાએ અભિનેત્રીને ફિલ્મમાંથી દૂર કરી દીધી છે. હવે પ્રખ્યાત નિર્દેશક Mani Ratnam એ પણ આ મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપ્યો છે અને દીપિકાને ટેકો આપ્યો છે.
મણિરત્નમે શું કહ્યું?
તેમની આગામી ફિલ્મ ‘ઠગ લાઈફ’ના પ્રમોશન દરમિયાન મીડિયા સાથે વાત કરતા મણિરત્નમે કહ્યું કે મને લાગે છે કે આ એક વાજબી માંગ છે. દીપિકા એવી સ્થિતિમાં છે કે તે આવી વાત કહી શકે છે. એક ફિલ્મ નિર્માતા તરીકે તમારે આ માંગનો આદર કરવો જોઈએ અને આને ધ્યાનમાં રાખીને કાસ્ટિંગ કરવું જોઈએ. આ માંગ બિલકુલ ગેરવાજબી નથી, પરંતુ એક જરૂરિયાત છે.
અજય દેવગણે કર્યો હતો સપોર્ટ
આ મુદ્દા પર અભિનેતા અજય દેવગણે પણ દીપિકાના પક્ષમાં વાત કરી હતી. તેણે કહ્યું હતું કે પ્રામાણિક ફિલ્મ નિર્માતાઓને આમાં કોઈ સમસ્યા નહીં હોય. આજકાલ લગભગ દરેક વ્યક્તિ 8-9 કલાકની શિફ્ટમાં કામ કરે છે. દીપિકા એક માતા છે અને આવી સ્થિતિમાં 8 કલાક કામ કરવું એ એક વ્યવહારુ નિર્ણય છે.
આ છે વિવાદનું મૂળ
થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા તેમની શરતો પૂરી ન કરી શક્યા હોવાથી દીપિકાએ ફિલ્મ ‘સ્પિરિટ’ છોડી દીધી છે. આ પછી સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી કે હવે તૃપ્તિ ડિમરી ફિલ્મમાં પ્રભાસની સામે જોવા મળશે. તૃપ્તિ અગાઉ સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘એનિમલ’માં જોવા મળી હતી.
દરમિયાન દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાએ X પર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે જ્યારે હું કોઈ અભિનેતાને વાર્તા કહું છું, ત્યારે હું તેમની પર 100% વિશ્વાસ કરૂં છે, પરંતુ જ્યારે તમે તેને લીક કરો છો, ત્યારે તમે તે કરાર તોડી રહ્યા છો અથવા કોઈ યુવાન અભિનેત્રીને નીચું દેખાડી રહ્યા છો અને મારી વાર્તાને ખરાબ કહી રહ્યા છો, શું આ તમારો નારીવાદ છે?”
ફિલ્મ ‘સ્પિરિટ’ વિશે
ફિલ્મ ‘સ્પિરિટ’નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. તેનું નિર્માણ ટી-સિરીઝ અને ભદ્રકાળી પિક્ચર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ નામ બડે ઔર…મહિલા સશક્તિકરણની વાતો કરનાર ખાન સર પત્નીને બુરખામાં રાખે છે? જુઓ વીડિયો












