ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પુણેમાં પણ મોરબીવાળી થઈ: પુલ તૂટતા 4 લોકોના મૃત્યુ, 51 લોકોને બચાવી લીધા, રેસ્ક્યૂ ઓપરેશન હજુ ચાલું

પુણે: મહારાષ્ટ્રના પુણે નજીક પુલ દુર્ઘટનામાં થોડા સમય પછી ફરી બચાવ કામગીરી શરૂ કરવામાં આવશે. વહીવટીતંત્રનો દાવો છે કે પુલ તૂટી પડ્યા બાદ નદીમાં વહી ગયેલા 3 લોકો હજુ પણ ગુમ છે, જેમની શોધખોળ અકસ્માત સ્થળથી નજીકના ડેમ સુધી શરૂ કરવામાં આવશે. રવિવારે પુણેથી 30 કિમી દૂર કુંડમાલા નજીક સપ્તાહના અંતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા. લોકો ઇન્દ્રાયણી નદીના ઝડપી પ્રવાહને જોવા માટે પુલ પર ચઢી ગયા હતા. આ દરમિયાન ઘણા બાઇકર્સ પણ પુલ પર આવ્યા હતા, જ્યાં ભીડના દબાણને કારણે પુલ નદીમાં પડી ગયો હતો જેમાં ઘણા લોકો તણાઈ ગયા હતા.

રવિવારે મોડી સાંજ સુધી ચાલુ રહેલા બચાવ કામગીરીમાં બચાવાયેલા 38 લોકોની સારવાર ચાલુ છે, જ્યારે અકસ્માતમાં માર્યા ગયેલા 4 લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પુણે નજીક માવલની હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે મૃતકોના પરિવારજનો માટે પ્રત્યેક 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. વિદેશ પ્રવાસ પર રહેલા પીએમ મોદીએ સાયપ્રસથી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરી છે અને ઘટનાની માહિતી મેળવી છે.

મહારાષ્ટ્રમાં પુણે નજીક બનેલી પુલ દુર્ઘટનામાં ફરી એકવાર બચાવ કામગીરી માટે તૈયારીઓ ચાલી રહી છે. આ સમયે પુણેમાં પણ હળવો વરસાદ શરૂ થયો છે, QRT ટીમ બચાવ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વહીવટીતંત્રનો દાવો છે કે પુલ તૂટી પડ્યા બાદ નદીમાં વહી ગયેલા ત્રણ લોકો હજુ પણ ગુમ છે, જેમની શોધ માટે અકસ્માત સ્થળથી નજીકના ડેમ સુધી કામગીરી હાથ ધરવામાં આવશે.

એનસીપી શરદ જૂથના નેતા રોહિત પવારે આ અકસ્માતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં ઘણા પુલ છે જે 100 વર્ષ જૂના છે અને તેમની સ્થિતિ પણ જર્જરિત છે. જ્યારે આ ઘટના બની ત્યારે સ્થાનિક યુવાનોએ લગભગ 20-25 લોકોને બચાવ્યા હતા. એનડીઆરએફ અને પોલીસે પણ લોકોને બચાવ્યા હતા. પુલ ખૂબ જૂનો હતો અને તેના નવીનીકરણની ચર્ચા થઈ રહી હતી, પરંતુ કમનસીબે તે થઈ શક્યું નહીં. મહારાષ્ટ્રમાં ઘણા પુલ છે જે જૂના છે, કેટલાક 100 વર્ષ જૂના છે, વસાહતી કાળના છે અને તેમની સ્થિતિ પણ જર્જરિત છે.

આ પણ વાંચો: ગૌતમ અદાણી માટે ખુશખબર, ઇરાનના મિસાઇલ હૂમલા વચ્ચે પણ અદાણીનું હાઇફા પોર્ટ સુરક્ષિત

Back to top button