ટ્રેન્ડિંગનેશનલ

કાન્સ ફિલ્મ ફેસ્ટમાં નહીં જાય સરકારી અધિકારી, PM મોદીની અપીલ પર લેવાયો નિર્ણય

PM Modi cost cutting appeal Maharashtra govt EV decision: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશવાસીઓ અને રાજ્ય સરકારોને ખર્ચ ઘટાડવાની ખાસ અપીલ કરી છે. PM એ પેટ્રોલ-ડીઝલનો કરકસરભર્યો ઉપયોગ કરવા અને જાહેર પરિવહન, મેટ્રો, કારપૂલિંગ તથા ઇલેક્ટ્રિક વાહનોને પ્રાથમિકતા આપવા જણાવ્યું છે. પીએમની આ અપીલને પગલે મહારાષ્ટ્ર સરકારે તાત્કાલિક અસરથી મોટા નિર્ણયો લઈને ખર્ચ બચાવવાની પહેલ શરૂ કરી દીધી છે.

મહારાષ્ટ્ર સરકારના 3 મોટા નિર્ણયો

મહારાષ્ટ્રના આઈટી અને સાંસ્કૃતિક મંત્રી આશિષ શેલારે પીએમની અપીલને ધ્યાનમાં રાખીને ત્રણ મહત્વના એલાન કર્યા છે:

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ રદ: મહારાષ્ટ્ર સરકારના કોઈ પણ પ્રતિનિધિ આ વર્ષે ફ્રાન્સમાં યોજાનારા પ્રતિષ્ઠિત ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’માં જશે નહીં.

માત્ર ઇલેક્ટ્રિક વાહનો (EV): હવેથી સરકારી કામકાજમાં માત્ર ઇલેક્ટ્રિક વાહનોનો જ ઉપયોગ કરવામાં આવશે.

ઓનલાઇન મીટિંગ્સ: મંગળવારથી વિભાગની તમામ બેઠકો વર્ચ્યુઅલ એટલે કે ઓનલાઇન માધ્યમથી જ યોજવામાં આવશે.

કાન્સમાં પસંદ થયેલી મરાઠી ફિલ્મો

ઉલ્લેખનીય છે કે, 12 મેથી 23 મે સુધી ફ્રાન્સના કાન્સ શહેરમાં યોજાનારા આ ફેસ્ટિવલમાં મહારાષ્ટ્રની બે મરાઠી ફિલ્મો ‘માર્ચે દુ ફિલ્મ’ સેક્શન માટે પસંદ કરવામાં આવી છે:

Jeev (The Creature): આ ફિલ્મ મહારાષ્ટ્રના કોકણી આદિવાસી સમુદાયની પ્રાચીન પરંપરાઓ અને જીવન પર આધારિત છે.

 આ ફિલ્મ 90ના દાયકાની યાદો (નોસ્ટાલ્જીયા) પર આધારિત છે.

જોકે, ફિલ્મોની પસંદગી છતાં સરકાર ખર્ચ બચાવવા માટે પોતાના પ્રતિનિધિ મંડળને મોકલશે નહીં.

આત્મનિર્ભર ભારત માટે પીએમની નવતર અપીલ

વડાપ્રધાન મોદીએ ઈંધણની આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને વિદેશી મુદ્રા ભંડાર બચાવવા માટે અનેક સૂચનો આપ્યા છે. તેમણે કોવિડ કાળની જેમ ‘વર્ક ફ્રોમ હોમ’ અને વર્ચ્યુઅલ મીટિંગ્સને પ્રોત્સાહન આપવા કહ્યું છે. આ ઉપરાંત, તેમણે બિનજરૂરી વિદેશ પ્રવાસો એક વર્ષ માટે ટાળવા અને લગ્ન-પ્રસંગોમાં નવા સોનાના ઘરેણાં ન ખરીદવાની પણ અપીલ કરી છે, જેથી દેશના અર્થતંત્રને મજબૂત કરી શકાય.

આ પણ વાંચોઃ સોમનાથ અમૃત મહોત્સવ : PM મોદીએ 11 તીર્થોના પવિત્ર જળથી કર્યો કુંભાભિષેક

આ પણ વાંચોઃ જોધપુરમાં BRTS બસસ્ટેન્ડ પાસે મેડિકલ એજન્સીના ગોડાઉનમાં આગ, ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button