મેડ ઈન ઈન્ડિયા સેમીકંડક્ટર ચીપ 2025ના અંત સુધીમાં બજારમાં આવી જશે

નવી દિલ્હી, 25, ઓગસ્ટ, 2025: ચાલુ વર્ષના અંત સુધીમાં મેડ ઈન ઈન્ડિયા સેમીકન્ડક્ટર ચીપ બજારમાં આવી જશે. એટલું જ નહીં ભારતે મેડ ઈન ઈન્ડિયા 5-Gને સમગ્ર દેશમાં તીવ્ર ગતિએ પહોંચાડયું છે અને હવે સરકાર 6-G પર કામ કરી રહી છે એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ છે. સેમીકન્ડક્ટરના મહત્વને ધ્યામાં રાખતા ભારતે આ દિશામાં કામ શરૂ કર્યું હતું. નોંધનીય છે કે ટેક્નોલોજીના આ યુગમાં સેમીકન્ડક્ટર એક એવું ઈલેક્ટ્રોનિક પાર્ટ છે જે મોબાઈલથી લઈને ઈલેક્ટ્રિક વ્હિકલ સહિત અનેક સાધનોમાં લાગે છે.
ભારતમાંથી વિશ્વના 100 દેશોમાં ઈલેક્ટ્રિક વ્હિકલ નિકાસ થાયઃ કેન્દ્ર
ઉલ્લેખનીય છે કે સેમીકન્ડક્ટરના ઉત્પાદન માટે રૂ. 65,000 કરોડના ભંડોળ ઊભુ કર્યું હતું. જેમાંથી 62,900 કરોડની ફાળવણી થઈ ચૂકી છે. જાં રૂ. 76,000 કરોડના સેમીકન્ડક્ટર મિશનમાં ચીપના ઉત્પાદન સાથે મોહાલીમાં લેબ મોડર્નાઈઝેશન અને ડિઝાઈન ઈનોવેશન પણ સામેલ છે. હવે ભારતમાં બનેલા ઈલેક્ટ્રિક વાહનોની નિકાસ દુનિયાના ૧૦૦થી વધુ દેશોમાં થઈ રહી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતમાં સેમીકન્ડક્ટર અંગેની ફેક્ટરીઓ બનવા લાગી છે. આ વર્ષના અંત સુધીમાં ભારતની પહેલી મેડ ઈન ઈન્ડિયા સેમિકન્ડક્ટર ચીપ બજારમાં આવી જશે. ભારત નાના મોટા સુધારા નહીં પરંતુ ક્વોન્ટમ જમ્પ લગાવવાની તૈયારી કરી રહ્યું છે. ભારતે સેમીકન્ડક્ટર બનાવવાની શરૂઆત 50-60 વર્ષ પહેલા જ કરવાની જરૂર હતી. પરંતુ પાછલી સરકારોની વિચારસરણી ચૂંટણી રાજકારણ સુધી મર્યાદિત હતી. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.
ભારત આગામી વર્ષોમાં વૈશ્વિક અર્થતંત્રમાં 20 ટકા જેટલું યોગદાન આપી શકે છે
નોંધનીય છે કે તાજેતરના સમયમાં સમાચાર હતા કે એસએન્ડપી ગ્લોબલ રેટિંગે લગભગ બે દાયકા પછી ભારતની ક્રેડિટ રેટિંગ અપગ્રેડ કર્યું છે ત્યારે આ અપગ્રેડેશન ભારતની પોતાની તાકાતના કારણે સમગ્ર દુનિયામાં આશાનું કિરણ બન્યુ છે. વૈશ્વિક સંદર્ભમાં જોઈએ તો ભારતના અર્થતંત્રની મજબૂતી સ્પષ્ટપણે જોઈ શકાય છે. આજે ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. ભારત નજીકના સમયમાં દુનિયાનું ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનવાનું છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી વર્ષોમાં વૈશ્વિક અર્થતંત્રમાં ભારત 20 ટકા જેટલું યોગદાન આપી શકે છે.
આ પણ વાંચોઃ Ganesh Chaturthi 2025: બાપ્પા સાથે આ દેવી-દેવતાઓની પણ કરો પૂજા, દુઃખ થશે દૂર












