ટ્રેન્ડિંગનેશનલમીડિયા

Lucknow Horror:પુત્રએ પિતાની હત્યા કરી, શરીરના ટુકડા કરીને વાદળી ડ્રમમાં છુપાવ્યો મૃતદેહ

લખનૌ, 24 ફેબ્રુઆરી 2026 : લખનૌના આશિયાના વિસ્તારમાં એક હૃદયવિદારક ઘટના સામે આવી છે. 21 વર્ષીય યુવાને ગુસ્સામાં આવી પોતાના 49 વર્ષીય પિતા માનવેન્દ્ર પ્રતાપ સિંહની ગોળી મારી હત્યા કરી અને બાદમાં તેમના મૃતદેહના ટુકડા કરીને અલગ- અલગ સ્થળે ફેંકી દીધા. ધડને ઘરમાં જ એક વાદળી ડ્રમમાં છુપાવવામાં આવ્યું હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.

NEET પરીક્ષાનું દબાણ બન્યું કારણ?

પોલીસ તપાસ મુજબ, માનવેન્દ્ર સિંહ ઇચ્છતા હતા કે તેમનો પુત્ર અક્ષત પ્રતાપ સિંહ મેડિકલ ક્ષેત્રમાં જાય અને NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે. પરંતુ પુત્ર આ કરિયર વિકલ્પથી અસંતોષિત હતો. આ મુદ્દે બંને વચ્ચે વારંવાર વાદ-વિવાદ થતો હતો. 20 ફેબ્રુઆરીની વહેલી સવારે લગભગ 4:30 વાગ્યે ફરી એકવાર બંને વચ્ચે ઝગડો થયો. ગુસ્સામાં આવી અક્ષતે ઘરમાં રાખેલી લાઇસન્સવાળી રાઇફલથી પિતાને ગોળી મારી દીધી. ગોળી વાગતાં જ તેમનું મોત થયું.

હત્યા બાદની ભયાનક ઘટના

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ મૃતદેહને ત્રીજી માળથી નીચે લાવી એક રૂમમાં ટુકડા કર્યા. હાથ અને પગ પારા વિસ્તારના સદરૌના વિસ્તારમાં ફેંકી દીધા, જ્યારે માથું અને ધડને ઘરમાં નીલા ડ્રમમાં છુપાવવામાં આવ્યા. ઘટના સમયે આરોપીની બહેન કૃત્તિ પણ ઘરમાં હાજર હતી. અવાજ સાંભળી તે રૂમમાં પહોંચી હતી, પરંતુ આરોપીએ તેને ડરાવીને ચૂપ રહેવા કહ્યું હોવાનું જણાવાય છે.

ગુમશુદગીની ફરિયાદથી ખુલ્યો મામલો

21 ફેબ્રુઆરીએ આશિયાના પોલીસ સ્ટેશનમાં માનવેન્દ્ર સિંહની ગુમશુદગીની ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન પોલીસે ઘરમાંથી ડ્રમમાં રાખેલા મૃતદેહના ભાગો મળી આવ્યા. ત્યારબાદ કડક પૂછપરછમાં અક્ષતે હત્યાની કબૂલાત કરી હોવાનું જણાવાય છે. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને ફોરેન્સિક ટીમ દ્વારા પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.

મૃતકના પિતા નિવૃત્ત દરોગા છે અને ભાઈ સચિવાલયમાં કાર્યરત છે. પોલીસે મૃતદેહના તમામ ભાગોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને આક્રોશનો માહોલ છે.

આ પણ વાંચો :ઘરમાં બેસી રહો છો, લગ્ન પણ નથી થતાં: કટાક્ષથી કંટાળેલી બે દીકરીઓએ પિતાનું ગળું કાપી નાખ્યું

Back to top button