પંજાબમાં મોટી દુર્ઘટના: LPG ટેન્કર સાથે વાહન અથડાતા ભીષણ વિસ્ફોટ થયો, આગ લાગતા 2 લોકોના મૃત્યુ

પંજાબ: પંજાબના હોશિયારપુર જિલ્લાના મંડિયાલા ગામમાં ગુરુવારે મોડી રાતે એક ભયાનક દુર્ઘટના થઈ. જ્યારે એક એલપીજી ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ બાદ ભીષણ આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે 20 લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા.
આખા વિસ્તારમાં આગ ફેલાઈ
પોલીસના જણાવ્યા અનુસાર, ટેન્કર એક વાહન સાથે ટકરાયા બાદ પલટી ગયું, જેમાં ગેસ લિક થયો અને વિસ્ફોટ સાથે આખા વિસ્તારમાં આગ ફેલાઈ ગઈ. કેબિનેટ મંત્રી ડોક્ટર રવજોત સિંહ, ધારાસભ્ય બ્રમ શંકર જિમ્પા અને ડેપ્યુટી કમિશ્નર આશિકા જૈને ઘટનાસ્થળે જઈને મુલાકાત લીધી હતી.
#WATCH | A massive fire broke out in Mandiala village of Hoshiarpur in Punjab. According to Deputy Commissioner Aashika Jain, it is suspected that the fire was caused by a road accident in an industrial area involving an LPG tanker, and one casualty has been reported. Fire… pic.twitter.com/JMZYi4VT3J
— ANI (@ANI) August 22, 2025
દુર્ઘટનાવાળો રોડ બંધ કર્યો
ગંભીર રીતે ઘાયલ દર્દીઓને રેફર કર્યા છે. અન્યની સારવાર માટે તેમને સિવિલ હોસ્પિટલમાં રેફર કર્યા છે. ઘટના બાદ એસડીઆરએફની એક ટીમ તૈનાત કરી દીધી છે. દુર્ઘટનાવાળા રોડને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી કોઈ અપ્રિય ઘટના ન ઘટે.
દુર્ઘટના બાદ તપાસના આદેશ અપાયા
ડેપ્યુટી કમિશ્નરે જણાવ્યું કે, નસરાલા ડેપોના અધિકારીઓએ ગેસના નિશાનોની તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે. ઘાયલોની સારવારમાં કોઈ કમી ન રહે, તેના માટે હોસ્પિટલમાં વધારાના ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફને તૈનાત કર્યો છે.
આ પણ વાંચો: બિહારમાં ભયાનક રોડ અકસ્માત, 8 લોકોના મૃત્યુ, રસ્તા પર મૃતદેહોના ટુકડા થઈ ગયા












