ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

Asian Games 2026: લવલીના બની ચેમ્પિયન, બર્થડે પર જીત્યો ગોલ્ડ મેડલ

asian games 2026: ભારતની દિગ્ગજ બોક્સર અને ઓલિમ્પિક મેડલિસ્ટ લવલીના બોર્ગોહેને એશિયન ગેમ્સ 2026માં શાનદાર સફળતા મેળવી છે. મહિલા 75 કિલોગ્રામ વજન વર્ગની ફાઇનલમાં લવલીનાએ ચીનની બાઓ ઝિયીને હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. આ જીત સાથે ભારતીય મહિલા બોક્સિંગનો એશિયન ગેમ્સમાં ગોલ્ડ માટેનો લાંબો ઇંતઝાર પણ પૂરો થયો છે. લવલીનાનો ફાઇનલ મુકાબલો 2 ઓક્ટોબરે ચીનની બાઓ ઝિયી સામે નિર્ધારિત હતો.

સતત બીજી એશિયન ગેમ્સ ફાઇનલમાં પહોંચી હતી લવલીના

લવલીનાએ આ પહેલાં સેમિફાઇનલમાં કઝાકિસ્તાનની નતાલિયા બોગદાનોવાને અત્યંત કઠિન મુકાબલામાં 3-2ના સ્પ્લિટ ડિસિઝનથી હરાવી હતી. આ સાથે તે સતત બે એશિયન ગેમ્સની બોક્સિંગ ફાઇનલમાં પહોંચનારી ભારતની પ્રથમ મહિલા બોક્સર બની હતી.

હાંગઝોઉ એશિયન ગેમ્સમાં લવલીનાએ સિલ્વર મેડલ જીત્યો હતો, પરંતુ આ વખતે તેણે મેડલનો રંગ બદલીને ગોલ્ડ પર કબજો જમાવ્યો.

ઓલિમ્પિક મેડલિસ્ટનો વધુ એક મોટો વિજય

લવલીના બોર્ગોહેન ભારતીય બોક્સિંગના સૌથી જાણીતા ચહેરાઓમાંની એક છે. તેણે ટોક્યો ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને વિશ્વ ચેમ્પિયનશિપ સહિત અનેક મોટી સ્પર્ધાઓમાં ભારત માટે મેડલ જીત્યા છે. 2026 એશિયન ગેમ્સમાં પણ તેણે શરૂઆતથી જ મજબૂત પ્રદર્શન કર્યું હતું. ક્વાર્ટર ફાઇનલમાં તેણે સાઉથ કોરિયાની સીઓંગ સુયોનને 5-0થી હરાવી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મહિલા બોક્સિંગ માટે ઐતિહાસિક ક્ષણ

લવલીનાની આ સિદ્ધિ ભારતીય મહિલા બોક્સિંગ માટે ખાસ મહત્વ ધરાવે છે. લાંબા સમય બાદ એશિયન ગેમ્સના મહિલા બોક્સિંગ ઇવેન્ટમાં ભારતને ગોલ્ડ મળ્યો છે. લવલીનાની જીતે ભારતના કુલ મેડલ અભિયાનને પણ વધુ મજબૂત બનાવ્યું છે.

એશિયન ગેમ્સ 2026ના 14મા દિવસે લવલીના ઉપરાંત પરવીન અને અંકુશ પંઘાલ પણ બોક્સિંગના ગોલ્ડ મેડલ મુકાબલામાં ઉતરવાના હતા, જેના કારણે ભારતીય બોક્સિંગ માટે આ દિવસ અત્યંત મહત્વપૂર્ણ રહ્યો.

ઓલિમ્પિક મેડલ બાદ હવે એશિયન ગેમ્સનું ગોલ્ડ લવલીનાની કારકિર્દીની વધુ એક મોટી સિદ્ધિ બની છે.

આ પણ વાંચો: યુક્રેન યુદ્ધ રોકવાના PM મોદીના પ્રયાસોની પુતિને કરી પ્રશંસા, કહ્યું- ‘તેમની પાસે સારા વિચારો છે’

Back to top button