સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે થશે તારીખની જાહેરાત

ગાંધીનગર, 01 એપ્રિલ 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતને લઈ મોટા સમાચાર આવ્યા છે. આજે અથવા મોડામાં મોડી આવતી કાલ સુધીમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ જશે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીની આવતીકાલ સુધીમાં જાહેરાત થઈ જશે.
આજે ફાઈનલ મતદાર યાદી પણ જાહેર થશે. 400થી વધુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી જાહેર થશે. તો વળી બીજી તરફ ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારીની ચૂંટણી અંગેની તાલીમ ચાર એપ્રિલ સુધી પૂર્ણ કરવા તમામ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્નરને આદેશ આપ્યા છે.
ભાજપમાં ચૂંટણીની તૈયારીઓ શરુ, સેન્સ લેવાની પ્રક્રિયા શરુ કરશે
ચૂંટણીની જાહેરાતના કાઉન્ટડાઉન વચ્ચે આજથી ભાજપ ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરશે. ચારેક દિવસ સુધી ભાજપના નિરીક્ષકો જે-તે જિલ્લા અને મહાનગરોમાં જઈ ઉમેદવારોની સેન્સ લેશે. નિરીક્ષતોને જે-તે વિસ્તારમાં સેન્સ લેવા પહોંચી જવાની સૂચના પણ મળી ચૂકી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વોર્ડ કક્ષાની બેઠકો સુધી ઉમેદવારો પસંદ કરવાના હોવાથી સમગ્ર સેન્સ પ્રક્રિયા અત્યંત જટીલ બની રહેશે. 3 એપ્રિલ સુધીમાં રાજ્યભરમાં સેન્સ પ્રક્રિયા પૂરી થયા બાદ નિરીક્ષકો 3 ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરી છે. પ્રદેશ પાર્લામેંટ્રી બોર્ડમાં મોકલશે. ત્યાર બાદ પ્રદેશ સમિતિ ઉમેદવારની પસંદગીને આખરી ઓપ આપશે. 11 કે 12 એપ્રિલ સુધી ભાજપ તમામ ઉમેદવારો જાહેર કરે તેવી પૂરી શક્યતા છે.
આ પણ વાંચો: IPL 2026 Points Table: અત્યાર સુધીમાં ચાર ટીમોએ મેચ જીતી, જાણો પોઈન્ટ ટેબલમાં કયા સ્થાને કઈ ટીમ












