ગુજરાતટ્રેન્ડિંગ

આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠીયાની હાર, બગસરામાં આપ પાર્ટીનું ખાતું ખુલ્યું

Surat election result 2026: ગત 26 એપ્રિલના રોજ મતદાન બાદ આજે 28 એપ્રિલના રોજ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકાની 30 વોર્ડની 120 બેઠકો પર કુલ સરેરાશ 59.21% મતદાન નોંધાયું હતું. ત્યારે આજે સુરતમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

AAPના મહામંત્રી મનોજ સોરઠીયાની હાર

સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 4 (કાપોદ્રા)માં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની હાર સાથે ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. ગત ચૂંટણીમાં આપે કબજે કરેલી આ બેઠક પરથી ભાજપે આખી પેનલ પાછી ખેંચી લીધી છે, જેમાં હેતલબેન રાજેશભાઈ પરમાર, હંસાબેન મહેશભાઈ ગજેરા, અરવિંદભાઈ કરસનભાઈ કાકડીયા અને મહેશભાઈ પોપટભાઈ કાકડીયા ચારેય ઉમેદવારો વિજેતા બન્યા છે.

પંચમહાલમાં હાલોલ તા.પંચાયતમાં બાસ્કા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાહિસ્તાબાનું કદરઅલી મકરાણીની જીત થઈ છે. તેમણે 4416 મતમાંથી 2337 મત મળ્યા છે.

નર્મદામાં સાગબારા તા.પંચાયતની બકતુરા સીટ પર AAPની જીત
નર્મદા જિલ્લા પંચાયતની સાગબારા તાલુકા પંચાયતની બકતુરા સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભારતીબેન અવિનાસભાઈ વસાવાની 1577 મતે જીત થઈ છે.

અમરેલી જિલ્લાના બગસરા તાલુકા પંચાયતની એક મહત્વની બેઠક પર આમ આદમી પાર્ટી (AAP)એ ખાતું ખોલાવ્યું છે. બગસરા તાલુકા પંચાયતની આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર દકુભાઈ ગાજીપરાએ ભવ્ય વિજય હાંસલ કર્યો છે. આ વિજયને પાર્ટી માટે માત્ર એક બેઠકની જીત નહીં, પરંતુ સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારમાં પાર્ટીના વિસ્તારનું મજબૂત સંકેત માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: રાજકોટમાં ભાજપને જંગલેશ્વર ડિમોલિશન નડ્યું, વોર્ડ નંબર 16 માં કોંગ્રેસના ચાર ઉમેદવાર વિજેતા

Back to top button