ઓપરેશન POKટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ઓપરેશન સિંદૂરમાં 72 હૂરો પાસે પહોંચી ગયેલા ટોચના પાકિસ્તાની આતંકીઓની યાદી જાહેર

નવી દિલ્હી, 10 મે, 2025: top Pakistani terrorists killed – 7 મેના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં હાથ ધરેલા ઓપરેશન સિંદૂર નામે હવાઈ હુમલામાં ફક્ત આતંકીઓના અડ્ડાઓને જ નષ્ટ કર્યા નથી પરંતુ અનેક ખતરનાક આતંકવાદીઓને પણ ખતમ કર્યા છે.

માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલામાં મોહમ્મદ યુસુફ અઝહર, મુદસ્સર ખાદિયાન, હાફિઝ મુહમ્મદ જમીલ, મોહમ્મદ ખાલિદ અને મોહમ્મદ હસન જેવા મોટા આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા આતંકીઓનો સમાવેશ થાય છે. આ હવાઈ હુમલામાં લગભગ 100 આતંકવાદીઓનો ખાત્મો બોલી ગયો હતો. તે ઉપરાંત અનેક મોટા આતંકી લોન્ચ પેડ અને ઠેકાણાઓ પણ નષ્ટ કરવામાં આવ્યા હતા.

આખી દુનિયાએ જોયું છે કે, ભારતના હવાઈ હુમલામાં ખતમ થયેલા આ આતંકવાદીઓને પાકિસ્તાની સેનાએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. આ આતંકવાદીઓના અંતિમ સંસ્કાર વખતે પાકિસ્તાની સેનાના અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

ગત 22 એપ્રિલે જમ્મુૃ-કાશ્મીરના પ્રવાસ કેન્દ્ર પહલગામ ખાતે પાકિસ્તાન સમર્થિત ઈસ્લામિક જેહાદી આતંકીઓએ હિન્દુ પ્રવાસીઓની હત્યા કરી ત્યારબાદ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આવેલા આતંકી ઠેકાણાઓ પર કરેલા હવાઈ હુમલામાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ હુમલામાં આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યો અને તેના ચાર નજીકના સાથીઓ પણ માર્યા ગયા હતા. મસૂદ અઝહરે એક નિવેદન જારી કરીને ભારતના હુમલામાં માર્યા ગયેલા લોકો વિશે વિગતવાર માહિતી આપી હતી.

આ પણ વાંચોઃ પાકિસ્તાનીઓ મોકલવા લાગ્યા શરણાગતિના સિગ્નલ! જાણો છેલ્લા બે કલાકમાં શું થયું?

આ પણ વાંચોઃ પાકિસ્તાની સૈન્યને એમના ઘરમાં જ પડી રહ્યો છે મારઃ તાલિબાનોએ 22 પાક. સૈનિકોને ઠાર કર્યા

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button