ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

ગરમીમાં આ લોકો ભૂલથી પણ ન પીતા Coconut Water, હેલ્થને થશે તકલીફ

Health News: ઉનાળાના આગમન સાથે ઠંડા અને આરોગ્યપ્રદ પીણાંની માંગ વધી જાય છે અને નાળિયેર પાણી એ સૌથી પહેલા ધ્યાનમાં આવતું કુદરતી પીણું છે. તેને નેચરલ એનર્જી સોર્સ માનવામાં આવે છે, તે માત્ર શરીરને હાઇડ્રેટેડ જ રાખતું નથી, પરંતુ ઘણા જરૂરી પોષક તત્વો પણ પૂરા પાડે છે.

શું તમે જાણો છો કે નાળિયેર પાણી દરેક માટે ફાયદાકારક નથી? અમુક પરિસ્થિતિઓમાં, તેનું સેવન ફાયદાકારક થવાને બદલે નુકસાનકારક હોઈ શકે છે. તેથી તમારી હેલ્થ કન્ડિશનને ધ્યાનમાં રાખીને તેનું સેવન કરવું મહત્ત્વપૂર્ણ છે.

નારિયેળ પાણી Coconut Waterને હેલ્ધી કેમ માનવામાં આવે છે?

નારિયેળ પાણીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને ઇલેક્ટ્રોલાઇટ્સ ભરપૂર માત્રામાં હોય છે. તે ડિહાઇડ્રેશન અટકાવવામાં મદદ કરે છે અને તાત્કાલિક ઉર્જા પ્રદાન કરે છે. તેથી જ તેને ઉનાળાનું સુપર ડ્રિંક કહેવામાં આવે છે.

નાળિયેર પાણી કોણે ન પીવું જોઈએ?

લો બ્લડ પ્રેશર વાળા દર્દીઓ

નાળિયેર પાણી બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. તેથી જેમને પહેલેથી જ બ્લડ પ્રેશર ઓછું છે તેમણે તેનું સેવન મર્યાદિત કરવું જોઈએ, કારણ કે તેનાથી નબળાઇ અને ચક્કર આવી શકે છે.

કિડનીની તકલીફવાળા લોકો

નારિયેળ પાણીમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે, જે કિડનીના દર્દીઓ માટે હાનિકારક હોઈ શકે છે કારણ કે તેમની કિડની તેને યોગ્ય રીતે ફિલ્ટર કરવામાં અસમર્થ હોય છે .

ડાયાબિટીશના દર્દીઓ

નારિયેળ પાણીમાં ખાંડ ઓછી હોય છે, પણ તે સંપૂર્ણપણે શુગર ફ્રી નથી. ડાયાબિટીસના દર્દીઓએ તેને પીતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ .

સર્જરી પહેલા કે પછી

જો તમારી તાજેતરમાં સર્જરી થઈ હોય અથવા કરાવવાની યોજના હોય તો નારિયેળ પાણીનો ઉપયોગ સાવધાની સાથે કરો. તે બ્લડ પ્રેશર અને સુગર લેવલને અસર કરી શકે છે.

વધુ ઠંડુ શરીર

કેટલાક લોકોનું શરીર પહેલેથી જ ઠંડુ હોય છે. નાળિયેર પાણી પીવાથી શરદી અથવા પાચન સમસ્યાઓ થઈ શકે છે .

કેટલું અને ક્યારે પીવું?

નિષ્ણાતોના મતે દિવસમાં 1-2 વખત નાળિયેર પાણી પીવું પૂરતું છે. સવારે કે બપોરે તેનું સેવન કરવું સૌથી ફાયદાકારક છે. તેને ખાલી પેટે પીવું પણ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ તમારા સ્વાસ્થ્યનો વિચાર કરવો જરૂરી છે.

આ પણ વાંચોઃ કઈ વાતોને લઈને નીતૂ કપૂર અને આલિયા ભટ્ટ વચ્ચે થાય છે દલીલો, કહ્યું, હું દાદી છું તો…
Back to top button