ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

બિશ્નોઈ ગેંગે આમિર ખાનને ધમકી આપી, શું ત્રીજા લગ્નથી છે નારાજ?

મુંબઈ: બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન અંગે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સલમાન ખાન પછી હવે આમિર ખાન લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર છે. બિશ્નોઈ ગેંગ દ્વારા સોશિયલ મીડિયા પર આમિર ખાનને ધમકી આપવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આમિરને ધમકી આપનાર વ્યક્તિ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અર્જુ બિશ્નોઈ છે અને તેનો ઓડિયો પણ સામે આવ્યો છે.

પોસ્ટમાં ધમકી

લોરેન્સ બિશ્નોઈ ગેંગ વતી અર્જુ બિશ્નોઈ અને ટાયસન બિશ્નોઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ અને ઓડિયો શેર કરીને આમિર ખાનને ધમકી આપી છે.

પોસ્ટમાં લખ્યું છે- જય શ્રી રામ, જય સીતા રામ. હું અર્જુ બિશ્નોઈ અને ટાયસન બિશ્નોઈ (લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ) છું, આમિર ખાન જેવા લોકો આપણા દેશમાં લવ જેહાદના નામે આપણી સંસ્કૃતિ વિરુદ્ધ આને પ્રોત્સાહન આપી રહ્યા છે. અમે આ સહન નહીં કરીએ અને ટૂંક સમયમાં તેનો જવાબ આપીશું. આ બાબત આપણા સનાતન ધર્મ અને દેશ વિરુદ્ધ છે.

‘અમે અમારા ભાઈઓ, બહેનો અને દેશવાસીઓને વચન આપીએ છીએ કે જે કોઈ આ ઘૃણાસ્પદ કૃત્યને પ્રોત્સાહન આપશે તેને અમે અમારી રીતે જવાબ આપીશું. સ્ટારડમના નામે જે લોકો આ વાતને પ્રમોટ કરી રહ્યા છે તેનો અમે તેમના શ્વાસ દબાવી દઈશું.

શું બિશ્નોઈ ગેંગ આમિરના ત્રીજા લગ્નથી નારાજ છે?

આમિર ખાનને મળેલી ધમકીમાં લવ જેહાદનો ઉલ્લેખ છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે બિશ્નોઈ ગેંગ આમિર ખાનના ત્રીજા લગ્નથી નારાજ છે. ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કર્યા ત્યારથી જ આમિરને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આમિરના ત્રીજા લગ્નનો ભારે વિરોધ થઈ રહ્યો છે. અન્ય ધર્મની મહિલાઓ સાથે લગ્નને લવ જેહાદ ગણવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: સોનમ વાંગચુકને હોસ્પિટલમાં લઈ જતાં અભિજીત દીપકે આજથી અનશન શરુ કરશે

Back to top button