Lalbaugcha Raja 2025 First Look Photo: મુંબઈના પ્રસિદ્ધ ‘લાલબાગચા રાજા’ની પ્રથમ ઝલક સામે આવી

History of Lalbaugcha Raja: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના સૌથી લોકપ્રિય અને શ્રદ્ધેય ગણપતિ લાલબાગચા રાજા આ વર્ષના સ્વરુપની પ્રથમ ઝલક સામે આવી ગઈ છે. રવિવારે શ્રદ્ધાળુઓની સામે જેવી તેની પહેલી ઝલક સામે આવી, બપ્પાના દર્શન સમારંભની શરુઆત થઈ ગઈ. ભગવાન ગણેશના દર્શનો માટે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા જેવો હતો.
હાથમાં ચક્ર, રીંગણી કલરની ધોતી અને આકર્ષક મુકુટમાં દેખાયા ગણપતિ
આ વખતે લાલબાગચા રાજાનું રુપ અત્યંત મનમોહક અને દિવ્ય દેખાઈ રહ્યું છે. બપ્પાના હાથમાં ચક્ર, માથા પર આકર્ષક મુકુટ અને રીંગણ રંગની ધોતી આ વર્ષની પ્રતિમાને ખાસ બનાવે છે. ગણેશ ભક્તોએ જેવું આ રુપને જોયું આખો પંડાલ ગણપતિ બપ્પા મોરયાના જયકારાથી ગુંજવા લાગ્યુ હતું.
#WATCH | Mumbai, Maharashtra | First look of Lalbaugcha Raja unveiled ahead of Ganesh Chaturthi pic.twitter.com/JjjuW03eXR
— ANI (@ANI) August 24, 2025
હકીકતમાં જોઈએ તો, લાલબાગચા રાજા, ગણેશ ચતુર્થી ઉત્સવ દરમ્યાન મહારાષ્ટ્રના મુંબઈમાં આવેલા લાલબાગમાં સ્થાપિત સાર્વજનિક ગણેશ પ્રતિમા છે. આ પ્રતિમા 11 દિવસ સુધી ભક્તોને દર્શન આપે છે. ત્યાર બાદ પ્રતિમા અનંત ચતુર્દશીના દિવસે ગિરગાંવ ચોપાટી પર અરબ સાગરમાં વિસર્જિત કરી દેવામાં આવે છે.
આ પણ વાંચો: યુક્રેને રશિયાના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કર્યો, કેટલાય પાવર સેન્ટર ઉડાવી દીધા












