ટ્રેન્ડિંગનેશનલ

મધ્ય પ્રદેશમાં ગણેશ વિસર્જનમાં હોબાળોઃ ‘લવ જેહાદ’ થીમવાળી ઝાંખી પર કરાયો પથ્થરમારો

મધ્ય પ્રદેશઃ 5 સપ્ટેમ્બર, 2025: Ganesh Visarjan: મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં શુક્રવારે (5 સપ્ટેમ્બર) મૂર્તિ વિસર્જન દરમિયાન કોમી રમખાણ જોવા મળ્યું હતું. ઉજ્જૈન જિલ્લા મુખ્યાલયથી લગભગ 50 કિમી દૂર મહિદપુર તાલુકામાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો આમને-સામને આવી ગયા હતા. વિસર્જન દરમિયાન લવ જેહાદની ઝાંખી બતાવવામાં આવતા બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો હતો. જોકે, પોલીસે સમયસર બળપ્રયોગ કરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, શુક્રવારે દુર્ગેશ્વરી સિદ્ધિવિનાયક ગણેશજીની શોભાયાત્રા દરમિયાન હોબાળો થયો હતો. આ શોભાયાત્રામાં લવ જેહાદની ઝાંખી બતાવવાને લઈને વિવાદ થયો હતો. મુસ્લિમ સમુદાયના સેંકડો લોકો ઝાંખીનો વિરોધ કરવા માટે એકઠા થયા હતા. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો હતો.

પોલીસે મામલો થાળે પાડ્યો

આ વિશે સૂચના મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ત્યાં હાજર ટોળાને વિખેરવાનું શરૂ કર્યું. પોલીસે આ દરમિયાન હળવો બળપ્રયોગ પણ કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગણેશજીની આ શોભાયાત્રા દર વર્ષે કાઢવામાં આવે છે.

આ પણ વાંચોઃ શું કોઈ વ્યક્તિ વારંવાર અંગ પ્રત્યારોપણથી 150 વર્ષ જીવી શકે છે? પુતિન અને જિનપિંગ વચ્ચેની વાતચીતમાં કેટલું સત્ય છે

આ પણ વાંચોઃ ગુજરાત: 24 કલાકમાં ગુજરાતનાં 195 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા પડ્યો સૌથી વધુ વરસાદ

Back to top button