TRP લિસ્ટમાં ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ અનેક રેકોર્ડ તોડી ટોપમાં, સ્મૃતિ ઈરાનીએ શું કહ્યું?

- Kyonki Saas Bhi Kabhi Bahu Thi ના 25 વર્ષ બાદ તેનો બીજો પાર્ટ શરૂ થયો છે અને તેણે આવતાની સાથે જ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે
HD ન્યુઝ ડેસ્કઃ ફરી એકવાર ટીવીની ચમકદાર દુનિયા ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ ના તડકા સાથે મસાલેદાર બની છે. Kyonki Saas Bhi Kabhi Bahu Thi ના 25 વર્ષ બાદ તેનો બીજો પાર્ટ શરૂ થયો છે અને તેણે આવતાની સાથે જ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ટીઆરપી લિસ્ટ બહાર આવ્યા બાદ સ્મૃતિ ઈરાનીએ તેને લોકો તરફથી મળી રહેલા પ્રેમ અંગે પ્રતિક્રિયા આપી છે.
સ્મૃતિ ઈરાનીએ શું કહ્યું?
ટીવીની પહેલી વહુ એટલે કે સ્મૃતિ ઈરાનીએ આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 25 વર્ષ પછી કોઈ શો રિપીટ થયો નથી. મને લાગ્યું કે ઓટીટી અલગ છે, ટીવીનો યુગ પાછો આવી ગયો છે. તેણે આગળ કહ્યું કે આજ સુધી 25 વર્ષ પછી કોઈ શોનું કમબેક થયું નથી, સૌ પ્રથમ તો તે એક રેકોર્ડ બની ગયો છે. બીજું અમે ટેલિવિઝનની સફર અલગ અલગ માધ્યમો દ્વારા કરી છે અને આ માટે આપણે દર્શકોનો આભાર માનવો જોઈએ. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે લોકો ઓટીટી પર પણ શોને આટલો પ્રેમ આપશે, પરંતુ તેઓ આપી રહ્યા છે, તે ખૂબ જ સરસ વાત છે.
રેકોર્ડ
- આ પહેલી વાર છે જ્યારે 25 વર્ષના અંતરાલ પછી કોઈ શો પાછો આવ્યો છે.
- એકતા કપૂરનો શો એક સાથે 1.53 કરોડ લોકોએ જોયો
- શોના પહેલા એપિસોડને 2.5 ટીઆરપી મળી, જ્યારે એક અઠવાડિયાનું ટીઆરપી રેટિંગ 2.3 છે
આ પણ વાંચોઃ કૈટરિના કૈફ અને વિકી કૌશલ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે? શું છે વાયરલ તસવીરનું સત્ય












