કૈટરિના કૈફ અને વિકી કૌશલ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે? શું છે વાયરલ તસવીરનું સત્ય

- એક પોસ્ટમાં કૈટરિનાએ પ્રેગનન્સીની જાહેરાત સાથે એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે બાળકનો જન્મ ઓક્ટોબર અથવા નવેમ્બરમાં થઈ શકે છે.
8 ઓગસ્ટ, 2025, મુંબઈઃ થોડા દિવસો પહેલા કેટરિના કૈફ અને વિકી કૌશલનો Katrina Kaif and Vicky Kaushal એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કેટરિના લુઝ કપડાં પહેરેલી જોવા મળી હતી. દર વખતની જેમ આ વખતે પણ અભિનેત્રીના ગર્ભવતી હોવાના સમાચારને હવા મળી છે. આ દરમિયાન કેટલીક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે કેટરિના અને વિક્કીએ પ્રેગનન્સીની જાહેરાત કરી છે. એટલું જ નહીં, એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે બાળકનો જન્મ ઓક્ટોબર અથવા નવેમ્બરમાં થઈ શકે છે.
પોસ્ટમાં શું છે?
પોસ્ટમાં લખ્યું હતું કે 2025માં આપણે 3 સભ્યોનો પરિવાર બનીશું. આ પોસ્ટ ઘણા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર શેર કરવામાં આવી છે. જોકે આ પોસ્ટ વિશે જણાવી દઈએ કે આ પોસ્ટ નકલી છે. બંનેએ આવી કોઈ જાહેરાત કરી નથી.
ઉલ્લેખનીય છે કે 30 જુલાઈના રોજ વિકી અને કેટરિના મુંબઈથી અલીબાગ ગયા હતા અને આ દરમિયાન બંનેનો એક વીડિયો વાયરલ થયો હતો. આ દરમિયાન કેટરિનાએ સફેદ શર્ટ પહેર્યો હતો જે એકદમ લુઝ હતો. આ સમયથી લોકો વિચારી રહ્યા છે કે કેટરિના પ્રેગનન્ટ છે. વિકી અને કેટરીનાના લગ્ન 2021 માં થયા હતા અને ત્યારથી ચાહકો બેબીના સમાચારની રાહ જોઈ રહ્યા છે.
પ્રોફેશનલ લાઈફ
બંનેની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરીએ તો, વિક્કી હવે સંજય લીલા ભણસાલીની ફિલ્મ લવ એન્ડ વોરમાં જોવા મળશે જેમાં તેની સાથે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જોવા મળશે. આ ફિલ્મ 2026 માં રિલીઝ થશે. કેટરીના વિશે વાત કરીએ તો તે છેલ્લે ટાઇગર 3 માં જોવા મળી હતી. ત્યારથી તેણે કોઈ નવી ફિલ્મની જાહેરાત કરી નથી.
આ પણ વાંચોઃ PM મોદીને મળ્યા કમલ હાસન, આ ખાસ હેતુથી અભિનેતાએ લીધી મુલાકાત












