કૂનો નેશનલ પાર્કમાં માદા ચિત્તા KGP-12ના 4 બચ્ચાઓના મોત, સંખ્યા ઘટીને 50 થઈ

Cheetah Cub Death: કૂનો નેશનલ પાર્કમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં માદા ચિત્તા KGP-12ના 4 નાના બચ્ચા મૃત્યુ પામ્યા છે. KGP-12એ 11 એપ્રિલે આ બચ્ચાઓને જન્મ આપ્યો હતો. 12 મેના રોજ કૂનો પાર્કની ટીમને બચ્ચાઓનેના મૃતદેહો વિકૃત હાલતમાં મળ્યા હતા. ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર (DFO)એ શક્યતા વ્યક્ત કરી છે કે કોઈ જંગલી પ્રાણીએ બચ્ચાઓનો શિકાર કર્યો હશે.
PM પછી જ મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે
વાસ્તવમાં, શ્યોપુરના કૂનો નેશનલ પાર્કમાં મંગળવાર, 12 મેના રોજ કર્મચારીઓની ટીમે KGP-12ના બચ્ચાઓને લોહીલુહાણ હાલતમાં જોયા હતા. આ ઘટનાની માહિતી તરત જ પોલીસને આપવામાં આવી. ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ બાદ ચારેય બચ્ચાઓને મૃત જાહેર કર્યા. પાર્ક મેનેજમેન્ટે આશંકા વ્યક્ત કરી છે કે કોઈ જંગલી પ્રાણીએ બચ્ચાઓનો શિકાર કર્યો હોઈ શકે છે. જોકે નેશનલ પાર્કમાં આવેલા હોસ્પિટલમાં બચ્ચાઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે.
હવે કૂનોમાં 50 ચિત્તા
KGP-12એ 11 એપ્રિલ 2026ના રોજ ચાર બચ્ચાઓને જન્મ આપ્યો હતો. કૂનો નેશનલ પાર્કના ખુલ્લા જંગલમાં બચ્ચાઓનો જન્મ થયો હોવાથી એવી અટકળો શરૂ થઈ હતી કે ભારતીય ચિત્તાઓની નવી પેઢી આગળ વધી રહી છે. પરંતુ ચાર બચ્ચાઓના મૃત્યુથી આ આશા પર પાણી ફરી વળ્યું છે. આ મોતો બાદ કૂનોમાં ચિત્તાઓની કુલ સંખ્યા ઘટીને 50 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે 11 મેના રોજ મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે બોત્સ્વાનાથી લાવવામાં આવેલા બે માદા ચિત્તાઓને ખુલ્લા જંગલમાં છોડ્યા હતા.
આ પણ વાંચો: મુખ્યમંત્રી વિજયે સત્તા સંભાળતા જ પોતાના જ્યોતિષને આપ્યું મોટું પદ, જાણો કોણ છે રાધાન પંડિત?*












