RSS વાળી ટી-શર્ટને લઈને કોમેડિયન કુણાલ કામરા ફરી મુશ્કેલીમાં; ભાજપે કાર્યવાહીની ચેતવણી આપી

નવી દિલ્હી: કોમેડિયન કુણાલ કામરા ફરી એકવાર વિવાદમાં આવી ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તેઓ એક એવી ટી-શર્ટ પહેરેલા નજરે પડે છે, જેના વિશે દાવો કરવામાં આવ્યો છે કે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની મજાક ઉડાવી રહ્યો છે. આ પોસ્ટ પર ભાજપ તરફથી તીવ્ર પ્રતિક્રિયા આવી છે. પાર્ટીએ મંગળવારે સંભવિત પોલીસ કાર્યવાહીની ચેતવણી આપી છે.
કામરાએ સ્પષ્ટતા કરી
એકનાથ શિંદે પર કામરા દ્વારા કરવામાં આવેલી ટીકાને લગતા અગાઉના વિવાદના સંદર્ભમાં, કામરાએ તેની નવી પોસ્ટમાં સ્પષ્ટતા કરી કે આ ફોટો કોઈ કોમેડી ક્લબમાં લેવામાં આવ્યો નથી. વધુમાં, ફોટામાં ‘R’ પુરો દેખાતો નથી, તેથી એવી અટકળો છે કે ટી-શર્ટ પરના અક્ષરો ‘PSS’ પણ હોઈ શકે છે.
Not Clicked at a comedy club ❤️❤️❤️ pic.twitter.com/pV7P83jgEn
— Kunal Kamra (@kunalkamra88) November 24, 2025
પોલીસ તેના પર કાર્યવાહીની ચેતવણી
મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ચંદ્રશેખર બાવનકુલેએ જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન “વાંધાજનક” સામગ્રી શેર કરશે તો પોલીસ તેના પર કાર્યવાહી કરી શકે છે. આ નિવેદન કામરાના તે ફોટાના સંદર્ભમાં આવ્યું છે, જેમાં ટી-શર્ટ પર એક કૂતરાનો ફોટ અને RSS લખેલું ચિત્ર દેખાતું હતું.
RSS કડક જવાબ આપવો જોઈએ-સંજય શિરસાત
ભાજપના સહયોગી શિવસેનાના મંત્રી સંજય શિરસાતે કહ્યું કે RSS એ આ પોસ્ટનો કડક જવાબ આપવો જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે કામરાએ અગાઉ વડા પ્રધાન મોદી અને એકનાથ શિંદે પર નિશાન સાધ્યું હતું, અને હવે તેમણે સીધા RSS પર હુમલો કર્યો છે. ભાજપે જવાબ આપવો જોઈએ. તેમણે એ પણ યાદ અપાવ્યું કે આ વર્ષે માર્ચમાં, શિંદે પર કામરાની ટિપ્પણીઓ બાદ, શિવસેનાના કાર્યકરોએ મુંબઈના ખારમાં હેબિટેટ કોમેડી ક્લબ અને તે હોટલમાં તોડફોડ કરી હતી. ભાજપના નેતાઓએ કામરાની નવી પોસ્ટને “અપમાનજનક અને ઉશ્કેરણીજનક” ગણાવી છે.












