કુલદીપ યાદવ આજે સાત ફેરા ફરશે, ટીમ ઈંડિયાના ખેલાડીઓ લગ્નમાં પહોંચ્યા
Kuldeep Yadav Wedding: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ આજે પોતાના જીવનની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. T20 વર્લ્ડ ચેમ્પિયન તેની મિત્ર વંશિકા સાથે ઉત્તરાખંડના મસૂરીમાં લગ્ન કરશે. શુક્રવાર, 13 માર્ચે કુલદીપ યાદવ અને વંશિકાની હલ્દી અને મહેંદી સમારોહ યોજાયો હતો.
આ સમારોહમાં હાજરી આપવા માટે પરિવારના સભ્યો, સંબંધીઓ અને મિત્રો સાથે મસૂરીમાં પહોંચ્યા હતા. કુલદીપ યાદવ અને વંશિકા 14 માર્ચ, શનિવારના રોજ સાત ફેરા લેશે. બંનેના લગ્ન મસૂરીની સેવોય હોટેલમાં થશે. કુલદીપ યાદવ અને વંશિકાના લગ્નનું રિસેપ્શન 17 માર્ચે લખનઉમાં રાખવામાં આવ્યું છે.
Indian 🇮🇳 cricketer Kuldeep Yadav is marrying his childhood friend, Vanshika, on March 14, 2026, in Mussoorie, Uttarakhand ✨🎊
The couple, both from Kanpur, got engaged in a private ceremony in Lucknow on June 4, 2025.
Vanshika is an LIC employee who prefers to stay away from… pic.twitter.com/WSOqYsSkIM
— Dharm (@dhram00) March 10, 2026
ટીમ ઈન્ડિયાના તેમના મિત્ર યુઝવેન્દ્ર ચહલ હલ્દી સમારંભનો આનંદ માણતા જોવા મળ્યા. રિંકુ સિંહ તેની મંગેતર પ્રિયા સરોજ સાથે પહોંચ્યા હતા, જ્યારે બોલર ભુવનેશ્વર કુમાર પણ તેની પત્ની સાથે જોવા મળ્યો હતો. કુલદીપ યાદવના લગ્ન માટે મહેમાનોની યાદીમાં ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલી અને રોહિત શર્માનો સમાવેશ થવાની ધારણા છે. સુરેશ રૈના, મોહમ્મદ કૈફ, નીતિશ રાણા, મોહિત શર્મા, જીતેશ શર્મા, રવિન્દ્ર જાડેજા અને આરપી સિંહ પણ હાજરી આપે તેવી અપેક્ષા છે.
Rinku Singh and Bhuvneshwar Kumar with their families at Kuldeep Yadav’s wedding event — UP cricketers together. pic.twitter.com/bjDRK6ur57
— Sonu (@Cricket_live247) March 13, 2026
કુલદીપના લગ્નમાં મોહમ્મદ કૈફ પણ પહોંચ્યો હતો.
ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન અને કુલદીપ યાદવની ઉત્તર પ્રદેશ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ કૈફ પણ લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા. દેહરાદૂન એરપોર્ટથી નીકળતી વખતે તેમણે મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું, “કુલદીપ ઉત્તર પ્રદેશના કાનપુરનો રહેવાસી છે, અને તે ખૂબ જ મજા આવશે.” તેમણે ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ જીત પર બધાને અભિનંદન પણ આપ્યા હતા.
VIDEO | Dehradun: On the wedding of cricketer Kuldeep Yadav, former Indian cricketer Mohammad Kaif says, “My heartfelt congratulations and best wishes to him. He is from our city, Kanpur. The Indian team is doing very well as a team.”
(Full video available on PTI Videos -… pic.twitter.com/U4OpzNfP84
— Press Trust of India (@PTI_News) March 14, 2026
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પણ વાંચો: ગુજરાત સરકારની મોટી જાહેરાત: જરુરિયાત અનુસાર તરત મળશે PNGના નવા કનેક્શન












