ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

કુલદીપ યાદવ આજે લેશે સાત ફેરા: મસૂરીમાં બાળપણની મિત્ર વંશિકા સાથે લગ્ન, મહેમાનોમાં ક્રિકેટ સ્ટાર્સનો જમાવડો

Kuldeep Yadav Marriage: ભારતીય સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ આજે (14 માર્ચ 2026) પોતાની બાળપણની મિત્ર વંશિકા સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. ઉત્તરાખંડના મસૂરી સ્થિત આલીશાન ‘હોટેલ સિવાય’ (Hotel Sivaye) આ શાહી લગ્નનું સાક્ષી બની રહ્યું છે. ગત 13 માર્ચથી જ હલ્દી, મહેંદી અને અન્ય પરંપરાગત વિધિઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે.

ક્રિકેટ જગતના સિતારાઓ ઉતર્યા મસૂરીમાં

કુલદીપના આ ખાસ દિવસનો આનંદ વધારવા માટે ક્રિકેટ જગતની જાણીતી હસ્તીઓ મસૂરી પહોંચી છે. જેમાં સુરેશ રૈના, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ કૈફ, તિલક વર્મા, આરપી સિંહ, રિંકુ સિંહ (તેમની મંગેતર સાસંદ પ્રિયા સરોજ સાથે), મોહિત શર્મા અને ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ સહિતના અનેક મહાનુભાવોનો સમાવેશ થાય છે.

હલ્દી-મહેંદીમાં જામી મહેફિલ

શુક્રવારે (13 માર્ચ) હલ્દી અને મહેંદીની રસ્મોમાં બંને પરિવારોએ ઢોલના તાલે જોરદાર ડાન્સ કર્યો હતો.

  • પહેરેવેશ: મહેંદીની રસ્મમાં કુલદીપ આછા ગુલાબી રંગના કુર્તા-પાયજામામાં હેન્ડસમ દેખાતો હતો, જ્યારે તેની દુલ્હન વંશિકા ઘેરા ગુલાબી રંગની સાડીમાં સજ્જ હતી.
  • હલ્દી: હલ્દીની વિધિ માટે બંનેએ પરંપરાગત પીળા રંગના વસ્ત્રો ધારણ કર્યા હતા. સોશિયલ મીડિયા પર તેમના ડાન્સના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે.

આજનું લગ્નનું શેડ્યૂલ (14 માર્ચ)

કુલદીપ અને વંશિકા આજે સાંજે સાત ફેરા લેશે. લગ્નની વિગતો નીચે મુજબ છે:

  • બપોરે 12:00 વાગ્યે: ભવ્ય લંચની વ્યવસ્થા.
  • સાંજે 4:00 વાગ્યે: હાઈ-ટી અને સાફા બાંધવાનો કાર્યક્રમ.
  • સાંજે 5:00 વાગ્યે: પ્રીમિયમ વેલી વ્યૂ વિંગથી ભવ્ય જાન નીકળશે.
  • સાંજે 6:30 વાગ્યે: સેન્ટ્રલ લોજમાં જયમાલાનો કાર્યક્રમ યોજાશે.
  • રાત્રે: રોયલ બોલરૂમમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે સાત ફેરા લેવાશે.

મહેમાનો માટે પહાડી અને આધુનિક વ્યંજનોની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 15 માર્ચના રોજ સવારે નાસ્તો કર્યા બાદ મહેમાનોની વિદાય થશે.

આ પણ વાંચોઃ LPGની સમસ્યાથી મળશે રાહત, શિવાલિક અને નંદાદેવી જહાજોએ હોફમુઝ સ્ટ્રેટ પાર કર્યું, 16 અને 17 માર્ચે ભારત પહોંચશે

આ પણ વાંચોઃ ક્રિકેટ કે કલંક? મીરપુરમાં સલમાન આઘાના રન-આઉટ પર ભારે હોબાળો, ‘ખેલ ભાવના’ પર ફરી ઉઠ્યા સવાલ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

Back to top button