અમદાવાદગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

જાણો ગુજરાતના કયા ટોચના ઉદ્યોગોએ ચૂંટણી બોન્ડ ખરીદીને રાજકીય પક્ષોને દાન આપ્યું

Text To Speech

અમદાવાદ, 15 માર્ચ 2024, રાજકીય ભંડોળમાં પારદર્શિતા તરફ એક મોટું પગલું ભરતા ચૂંટણી પંચે ગુરુવારે સુપ્રીમકોર્ટ દ્વારા નિર્ધારિત સમયમર્યાદાના એક દિવસ પહેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી મળેલા ચૂંટણી દાન (ઇલેક્ટોરલ બોન્ડ)નો ડેટા જાહેર કર્યો છે. જેમાં ગુજરાતની ટોચની કંપનીઓ સામેલ છે. લગભગ 18,860 જેટલા બોન્ડની વિગતોમાંથી ગુજરાતના ટોચના ઉદ્યોગો કે ગુજરાતમાં મોટું કામ ધરાવતા ઉદ્યોગોએ પણ ચૂંટણી બોન્ડની ખરીદી કરી રાજકીય પક્ષોને દાન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ફાર્મા અને પાવર કંપનીઓએ રાજકીય પક્ષોને દાન આપ્યું
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યની ટોચની કંપનીઓમાંથી ટોરેન્ટ, ઝાયડસ, ઈન્ટાસ, એલેમ્બિકનો સમાવેશ થાય છે. બીજી તરફ રીઅલ એસ્ટેટમાં જાણિતા બિલ્ડર ગ્રુપ સફલ ગોયલ રિયલ્ટી એલ.એલ.પીનો પણ સમાવેશ થાય છે. જ્યારે અન્ય ક્ષેત્રે વ્યાપક બિઝનેસ હિત ધરાવતા અરવિંદ, નિરમાનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં ગુજરાત રાજ્યમાંથી સૌથી વધુ ચૂંટણી બોન્ડની ખરીદી રાજકીય અનુદાન આપવામાં ટોરેન્ટ જૂથની ફાર્મા અને પાવર કંપનીઓ અવ્વલ આવે છે. આ યાદીમાં કેટલાક વ્યક્તિગત રીતે ચૂંટણી બોન્ડની ખરીદી કરનાર ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતની આ કંપનીઓએ બોન્ડ ખરીદીને દાન આપ્યું
GHCL LTD, શ્રી સિમેન્ટ લિ. ઓમ મેટલ્સ ડેવલોપર્સ પ્રા.લિ., એડેલવાઈઝ હાઉસિંગ ફાઈનાન્સ લિ, ગુજરાત ફ્લુરો કેમિકલ્સ લિ. સિપ્લા લિમિટેડ,એલસીસી પ્રોજેક્ટ પ્રા.લિમિટેડ, ઇન્ટાસ ફાર્મા, કમ્ફર્ટ ટ્રીમ્સ પ્રાઇવેટ લિમિટેડ, એલેમ્બિક ફાર્મા, એન્વાઇરો કંટ્રોલ લિમિટેડ, એબીએનએલ ઇન્વેસ્ટમેન્ટ જેવી કંપનીઓએ રાજકીય પક્ષોને દાન આપ્યું હોવાનું સ્ટેટ બેંકે આપેલા ડેટામાં જાહેર થયું છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી એફિડેવિટમાં, SBIએ કહ્યું હતું કે 1 એપ્રિલ, 2019 અને ફેબ્રુઆરી 15, 2014 વચ્ચે વિવિધ કિંમતના કુલ 22,217 ચૂંટણી બોન્ડ જારી કરવામાં આવ્યા હતા. તેમાંથી 22,030 રાજકીય પક્ષો દ્વારા વટાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃચૂંટણી બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે SBIને મોકલી નોટિસ, કહ્યું: બેંક સંખ્યા જાહેર કરે

Back to top button