આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રાવેલધર્મનેશનલબિઝનેસમીડિયા

તિબેટીયન ધર્મગુરુ નેતા દલાઈ લામા પાસે કેટલી સંપત્તિ છે અને તેઓ આ રીતે કમાય છે પૈસા

લહાસા, 3 જુલાઇ, 2025: ચીનના શાસન સામે અવજા ઉઠાવનારા તિબેટિયન ધર્મગુરુ દલાઇ લામા દેશનિકાલની જિંદગી જીવી રહ્યા છે, આ મહિને 6 જુલાઇએ તેઓ 90 વર્ષના થઇ જશે. ત્યારે તેમના ઉત્તરાધિકારી વિશેની અટકળો શરૂ થઇ ગઇ છે. ચીનના શાસન સામે જ્યારે વિદ્રોહ થયો હતો, તો તેમને બિજીંગે કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે એટલે કે 1959માં દલાઇ લામાએ ભારતમાં શરણ લીધી હતી, તિબેટીયન ધર્મના ઇતિહાસમાં અત્યાર સુધીમાં 14 દલાઇ લામા થયા છે.

હાલમાં પણ જ્યારે દલાઇ લામા તરફથી કોઇ પ્રકારનું નિવેદન આપવામાં આવે છે ત્યારે વૈશ્વિક સ્તર પર તેની મોટી અસર જોવા મળે છે. એવામાં લોકોના મનમાં એ વાત જાણવાની જિજ્ઞાસા થશે કે આખરે તિબેટીયન ધર્મગુરુ દલાઇ લામાની આજની તારીખે કેટલી સંપત્તિ અને તેમનો સંપૂર્ણ ખર્ચ ક્યાંથી આવે છે? કેવી રીતે તેમની કમાણી થાય છે? નોંધનીય છે કે દલાઇ લામા તે તિબેટીયન બુદ્ધવાદના જે પ્રણેતા બને તેમનું ઉપનામ છે.

કેટલી છે દલાઇ લામાની સંપત્તિ?

હકીકતમાં આ સમયે દલાઇ લામા એવા કારણે અખબારોમાં ચમકી રહ્યા છે કે તેમના ઉત્તરાધિકારીને કારણે ચર્ચાઓ ચાલી રહી છે. દલાઇ લામા જલ્દી પોતાના ઉત્તરાધિકારીની ઘોષમા કરનાર છે અને તેમણે એમ પણ કહ્યુ છે કે તેમના બાદ પણ સંગઠન આવી જ રીતે ચાલતુ રહેશે. એવામાં આશા છે કે 6 જુલાઇએ જ્યારે તેઓ 90 વર્ષના થશે ત્યારે તેમના ઉત્તરાધિકારીની ઘોષણા કરી શકે છે.

જો તેમની સંપત્તિ વિશે વાત કરીએ તો અખબારી અહેવાલો અનુસાર તેમની કુલ નેટવર્થ 15 કરોડ ડોલર અથવા તો 150 મિલીયન ડોલરની હોવાનું મનાય છે. સંપત્તિને લઇને આ આંકડો ચોંકાવનારો છે. તેનું એક કારણ પણ છે, કેમ કે જે રીતે દલાઇ લામાની સાધારણ દેશનિકાલની જિંદગી જીવી રહ્યા છે, એવામાં આટલી સંપત્તિના માલિક હોવું ખરેખર ચોંકવાનારી વાત છે.

કેવી રીતે થાય છે કમાણી?

ખરેખર, જો આપણે દલાઈ લામાની આવકના સ્ત્રોતો વિશે વાત કરીએ, તો તેઓ દાન, ભાષણો અને પુસ્તકોના વેચાણ જેવી બાબતોમાંથી કમાણી કરે છે. આ ઉપરાંત, તેઓ રોયલ્ટીના રૂપમાં પણ કમાણી કરે છે. જ્યારે તેમની છબી જાહેરાતો અને ફિલ્મોમાં ઉપયોગમાં લેવાય છે ત્યારે તેમને તેમની છબી માટે રોયલ્ટી આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ એપલને મોટો ઝટકો, ફોક્સકોને ભારતથી ચીનના કર્મચારીઓને પાછા મોકલ્યા 

Back to top button