એપલને મોટો ઝટકો, ફોક્સકોને ભારતથી ચીનના કર્મચારીઓને પાછા મોકલ્યા

નવી દિલ્હી, 3 જુલાઇ, 2025: ભારતમાં વિસ્તાર કરી રહેલી એપલના કારોબારને મોટો ઝટકો લાગ્યો છે. આઇફોનની સૌથી મોટી ઉત્પાદક Foxconnએ આશરે 300થી ચીનના એન્જિનીયર્સ અને ટેકનિશિયન્સને પાછા પોતાના દેશમાં મોકલી દીધા છે અલબત્ત કહીએ તો પોતાના 300થી વધુ એન્જિનીયર્સને પાછા બોલાવી લીધા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર આટલી મોટી સંખ્યામાં ચીનના સ્ટાફને પાછલા આશરે બે મહિનાતી પરત મોકલ્યા બાદ હવે ફક્ત દક્ષિણ ભારત સ્થિત Foxconnના પ્લાન્ટમાં તાઇવાનના જ કર્મચારીઓ બચ્યા છે.
એપલને આ કારણે લાગશે આંચકો
Foxconnએ એપલના અનેક મોટા કોન્ટ્રેક્ટ ઉત્પાદકોમાંની એક છે, જેણે મે 2025માં પોતાની ભારતીય કામગીરીમાં 1.5 અબજ ડોલરનુ રોકાણ કરવાની યોજના ઘડી હતી. જેમાં ખાસ કરીને આઇફોન્સ માટેના ડીસ્પ્લે મોડ્યૂલ્સના ઉત્પાદન પર ભાર મુકવામાં આવનાર હતો. પોતાના 300થી વધુ એન્જિનીયર્સને પાછા બોલાવી લેતા આઇફોન 17નું ઉત્પાદન વધારવાના અનેક પ્રયત્નો સામે મોટા પડકારો ઊભા થયા છે.
ભારતમાં એપલ પર પડી શકે છે માઠી અસર
આટલી મોટી સંખ્યામાં ચીની એન્જિનીયર્સ પાછા બોલાવી લેવાતા ભારતમાં ઝડપથી પોતાના કારોબારને વધારવામાં વ્યસ્ત એપલના પ્રયત્નો પર પાણી ફરી વળવાનું નક્કી છે. કારણે ફોક્સકોન આઇફોન 17ને જલ્દી બજારમાં લાવવા અને તેની સાથે વિસ્તાર પર કામ કરી રહી હતી. જોકે કહેવાય છે કે પ્રોડક્ટની ગુણવત્તા પર તેની કોઇ અસર પડશે નહી પરંતુ તેના ઉત્પાદનની ટાઇમ લાઇન પર જરૂર અસર પડશે.
અહેવાલો અનુસાર, ચીન એપલ પર સતત દબાણ કરી રહ્યું હતું કે તે ભારત અને દક્ષિણ એશિયામાં આઇફોન ઉત્પાદન સંબંધિત ટેકનોલોજી ન મોકલે કે ત્યાંથી તાલીમ પામેલા સ્ટાફ મોકલે. અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવ પછી આઇફોન વ્યવસાયને ત્યાંથી ખસેડતો અટકાવવા માટે આ એક મોટો પ્રયાસ છે.
આઇફોન વિસ્તરણ પર અસર
નોંધનીય છે કે હાલમાં એપલના કુલ ઉત્પાદનનો પાંચમો ભાગ ભારતમાં ઉત્પન્ન થઈ રહ્યો છે અને તેણે માત્ર ચાર વર્ષમાં આ સફળતા મેળવી છે. એપલ 2026ના અંત સુધીમાં અમેરિકામાં વેચાતા મોટાભાગના ફોન ભારતમાં ઉત્પન્ન થાય તેવો પ્રયાસ કરી રહી હતી. પરંતુ ટેકનિકલ સ્ટોકની ભારે અછતને કારણે, આ સમયમર્યાદા પર હવે અસર થઈ શકે છે.
અગાઉ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપલના ચીનથી ભારતમાં વ્યવસાય ખસેડવાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે એપલ તેની ઉત્પાદન ક્ષમતા અમેરિકામાં જ વિસ્તૃત કરે. આ સાથે, સતત રાજદ્વારી વાટાઘાટો છતાં, ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ખટાશ રહી છે.
આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદી બન્યા ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’












